અંકલેશ્વર5 મિનિટ પહેલા
- કૉપી લિંક
અંકલેશ્વરના GIDC પોલીસને અલગ અલગ વિસ્તારમાંથી ગુમ થયેલા બે બાળકોની ફરિયાદ મળી હતી. આ મામલે GIDC પોલીસે ગુમ થયેલા બંને બાળકોને શોધી કાઢીને તેમના માતા-પિતા સાથે સુખદ મિલાપ કરાવ્યો છે.
બાળકનું કોઈએ અપહરણ કર્યું હોવાની આશંકા
અંકલેશ્વરના શાંતિનગર-1 સારંગપુરમાં રહેતા 13 વર્ષીય સાજન રાજેંદ્ર મંડલ ઘરે કોઇને કંઇ પણ કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હતો. આ મામલે તેના માતા-પિતાએ બાળકનું કોઈએ અપહરણ કર્યું હોવાની આશંકાએ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પણ પીઆઈ બી.એન. સગરે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં સાજન મંડલ પાસેનો મોબાઈલ ચાલુ બંધ થતો હોવાથી ટેક્નિકલ સર્વેલન્સના સતત સંપર્કમાં રહી તેમજ હ્યુમન રીસોર્સના આધારે આ બાળક અંકલેશ્વરના ગડખોલમાં આવેલી મીઠાની ફેક્ટરી પાસે હોવાની માહિતી મળતા પોલીસે બાળકને ત્યાંથી શોધી કાઢીને તેના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યો હતો.
બાળક મામાને ઘરે પહોંચી ગયો
જ્યારે બીજા કિસ્સામાં અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે કુમકુમ બંગ્લોઝમાં રહેતો અને ધોરણ 10માં અભ્યાસ કરતો પ્રિયવ્રત સોમેશ યાદેવેન્દ્ર ગત 4થી માર્ચના રોજ હું કઇક બનીને ઘરે આવીશ એવી ચીઠ્ઠી ઘરમાં મૂકીને કોઈને પણ કહ્યા વગર ક્યાંક નીકળી ગયો હતો. જેને લઇ માતાએ ત્વરિત અસરથી તેના પિતાને જાણ કરી સ્વજનો સાથે શોધખોળ કરી હતી. જોકે તે ક્યાંય નહીં મળી આવતા અંતે GIDC પોલીસ મથકે માતા અનુપમાદેવી યાદેવેન્દ્ર દ્વારા પોતાના પુત્રનું અપહરણ થયું હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ આરંભી હતી. પોલીસે આ બાળક તેના મામાના ઘરે ગાજીપૂર (ઉત્તરપ્રદેશ)માં હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ગાજીપૂરથી તેનો કબ્જો મેળવીને તેના માતા-પિતા જોડે મિલાપ કરાવ્યો હતો.