Thursday, March 30, 2023

મહેસાણામાં વરસતા વરસાદે રામજીની સવારી નીકળી, શહેરના 8 કિમીના રૂટ પર ફરી રાત્રે પરત ફરશે | Ramji's ride departs in heavy rain in Mehsana, returning at night on the 8 km route to the city. | Times Of Ahmedabad

મહેસાણા11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા શહેરમા રામનવમી નિમિતે શ્રીરામ સેવા સમિતિ આયોજિત 42મી રથયાત્રા સાધુ સતોના પ્રવચનો બાદ બપોરે 2.30 કલાક બાદ તોરણવાડી માતા ચોકથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.જેમાં ભગવાન શ્રીરામના જીવન આધારિત વિવિધ ટેબલો હાથી,ઘોડા,અખાડાના કરતબ,સહિતના આકર્ષણ સાથે વાજતેગાજતે તોરણવાડી ચોકથી રથયાત્રા નીકળી 8 કિલોમીટર રૂટ ઉપર ફરી રાત્રે 9 કલાકે રથયાત્રા પરત ફરશે.

મહેસાણાની રામજીની રથયાત્રા 1982થી યોજવામાં આવે છે.જેમાં શરૂઆતમાં પાંચ છ વર્ષ સુધી રથયાત્રા સાધારણ રીતે કાઢવામાં આવી હતી.શરૂઆતમા માત્ર 15 કાર્યકરો રામજીની રથયાત્રામાં જોડાયા જેમાં રામજીની મૂર્તિ ખભે રાખી શોભાયાત્રા કાઢવામાં આવતી જે 10 વર્ષ આજ પ્રમાણે યોજવામાં આવતી ત્યારબાદ1982માં રથ બનાવવામાં આવ્યો ત્યારબાદ મહેસાણા શહેરમાં રથયાત્રા કાઢવામાં આવી રહી છે.આજે 135 જેટલા રામાયણના પાત્રો રથયાત્રામાં જોડાયા હતા. જેમાં વિવિધ વેશભૂષા ધારણ કરવામાં આવતા લોકો મોટી સંખ્યામ જોવા ઉમટ્યા હતા.

ચાલુ વરસાદે રથયાત્રા નીકળી
મહેસાણા શહેરમાં તોરણવાડી માતા ચોક ખાતે બપોરે 2.30 કલાકે ચાલુ વરસાદમાં ભગવાન રામજીની શોભાયાત્રા નીકળી જેમાં એકએક વરસાદ પડતા લોકો ચાલુ વરસાદમાંં પણ રામજીના દર્શન કરવા અને રથયાત્રા જોવા ઉમટી પડ્યા હતા.જેમાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.જુઓ રામજીની શોભાયાત્રાની રંગબેરંગી તસવીરો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.