Monday, March 13, 2023

ચોટીલાના દેવસર ગામે દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, લોકોમાં ભયનો માહોલ | In Deosar village of Chotila, people panic when they see a leopard, there is fear in the people | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર34 મિનિટ પહેલા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના દેવસર ગામે સમી સાંજે તેમજ દિવસે દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. એમાય ચોટીલાના ઠાંગા વિસ્તારની સીમમાં અવારનવાર દીપડો દેખાતો હોવાથી આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચોટીલા તાલુકાના દેવસર ગામમા કોઈ ખેતરનાં ગેટની દિવાલ ઉપર દીપડો બેઠો હોવાની ગામના લોકોને જાણ થતા જ દીપડાને જોવા માટે લોકો દોડી ગયા હતા. ત્યારે દિવાલ ઉપર ચડીને દીપડો બિન્દાસ બેઠો જોવા મળ્યો હતો. ત્યારે દીપડો દિવાલ પર બેઠો હતો અને એક જગ્યાએ આંટા ફેરા ફરી રહ્યો હોય તેવો કોઈ ગામના લોકોએ પોતાના મોબાઈલમા લાઇવ વીડિઓ ઉતારીને વાયરલ કર્યો હતો.

ત્યારે દીપડો ગામમા તેમજ સીમમાં આંટા ફેરા કરતો હોવાથી ગામના લોકોમાં ભયની સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ ખેડૂતો ખેતરમાં જતા ડરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે દેવસર ગામના લોકોએ ફોરેસ્ટ વિભાગને પાંજરૂ ગોઠવી દીપડાને પકડી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે ચોટીલા તાલુકાના ઠાંગા વિસ્તારના ખરેડી, કાળાસર, ઝીંઝુડા, પીપળીયા અને શિરોડા જેવા અનેક ગામોની સીમમાં દિપડાની દહેશત અવારનવાર જોવા અને સાંભળવા મળે છે.

તાજેતરમાં એક દીપડાનું બચ્ચુ માતાથી વિખુટું પડ્યા બાદ કેટલાક યુવાનોએ આ બચ્ચા સાથેનો વીડિયો વાયરલ કર્યા બાદ દીપડાના બચ્ચાને નિર્જન જગ્યામાં છોડી દીધા બાદ બચ્ચુ મરી જતા ફોરેસ્ટ વિભાગે આ નવયુવાનોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને ચોટીલા પંથકમાં અગાઉ સિંહ પણ જોવા મળતા વનવિભાગ દોડતું થયું હતુ.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: