Monday, March 13, 2023

વડોદરાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ બેઠક નંબર જોવા માટે પહોંચ્યા, સ્કૂલ સંચાલકો દ્વારા તૈયારીઓ પૂર્ણ, શી ટીમ તૈનાત રહેશે | Students arrive to check seat numbers in Vadodara schools, school administrators complete preparations, which team will be deployed | Times Of Ahmedabad

વડોદરા24 મિનિટ પહેલા

બોર્ડની પરિક્ષાના પૂર્વ દિવસે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં બેઠક વ્યવસ્થા જોવા પહોંચ્યા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-10 અને ધોરણ-12ની પરિક્ષાઓનો તા.14 માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વડોદરા શહેર-જિલ્લાના ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ આજે વડોદરાની વિવિધ સ્કૂલોમાં બેઠક વ્યવસ્થા જોવા માટે પહોંચ્યા હતા. તો બીજી બાજુ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

તમામ તૈયારીઓ પૂર્ણ
જિલ્લા શિક્ષણાધિકારી આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે. વડોદરા શહેર અને જિલ્લામાં 77 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આપશે. તે માટેની તમામ તૈયારીઓ આજે પૂર્ણ કરી દેવામાં આવી છે.

પરિક્ષાર્થીઓ માટે ક્લાસ રૂમ સજ્જ

પરિક્ષાર્થીઓ માટે ક્લાસ રૂમ સજ્જ

સેન્ટ્રલ જેલમાં પણ આયોજન
સામાન્ય વિદ્યાર્થીઓની સાથે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓ પરિક્ષા આપનાર છે. વર્ષ- 2017થી વડોદરા સેન્ટ્રલ જેલમાં દર વર્ષે કાચા અને પાકા કામના કેદીઓ કે જેઓ પોતાનો અભ્યાસ છોડીને આવ્યા છે અને પૂરો કરી શકે તે હેતુથી ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષા યોજાય છે. જેમાં આ વર્ષે 19 જેટલા કેદીઓ પરિક્ષા આપશે. જેમાં ધોરણ 10માં 13 કેદીઓ અને ધોરણ 12માં 6 જેટલા કેદીઓ છે. જેલમાં જ પરિક્ષાકેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું આવે છે.

પરિક્ષાર્થીનો બેન્ચ ઉપર નંબર લખતા ટીચર

પરિક્ષાર્થીનો બેન્ચ ઉપર નંબર લખતા ટીચર

મંડપ અને પાણીની વ્યવસ્થા
છેલ્લા કેટલાંક સમયથી પરિક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ આજે વિવિધ સ્કૂલોમાં બેઠક વ્યવસ્થા જોવા માટે આવી પહોંચતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમે પરિક્ષા આપવા માટે સજ્જ છે. તંત્ર દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વડોદરા શહેરમાં આ વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પરિણામે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોની બહાર વાલીઓ માટે મંડપ તેમજ પાણીની સુવિધા કરવામાં આવી છે.

બેઠક વ્યવસ્થાનો નંબર લખી રહેલા શિક્ષક

બેઠક વ્યવસ્થાનો નંબર લખી રહેલા શિક્ષક

સો ટકા અભ્યાસ ક્રમ મુજબ પરિક્ષા
અત્રે ઉલ્લેખનીય છે ગત વર્ષે દેશમાં કોરોનાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવી હતી. આ દરમિયાન જે વિદ્યાર્થીઓ સંક્રમણને કારણે એક પરીક્ષામાં બેસી શક્યા ન હતા તેમના માર્કસની ગણતરી બીજી પરીક્ષાના આધારે કરવામાં આવી હતી. પરંતુ આ પોલિસી હવે CBSE દ્વારા નાબૂદ કરવામાં આવી છે. કોરોનામાંથી સાજા થયા બાદ આ વખતે બોર્ડની પરીક્ષા 100 ટકા અભ્યાસક્રમ સાથે લેવાશે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી.

પરિક્ષા દરમિયાન શી ટીમ તૈનાત

પરિક્ષા દરમિયાન શી ટીમ તૈનાત

શી ટીમ દ્વારા ચાંપતી નજર રખાશે
તા.14 માર્ચ મંગળવારથી શરૂ થઇ રહેલી ધોરણ-10 અને ધોરણ-12ની પરિક્ષાઓની લઇ શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને શહેર પોલીસ તંત્રની શી ટીમ દરેક સ્કૂલ ઉપર તૈનાત રહેશે. વિદ્યાર્થીઓને પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં તકલીફ પડશે તો શી ટીમની મદદ માંગતાજ શી ટીમ સ્થળ પર પહોંચી જશે. અને વિદ્યાર્થીને તેના કેન્દ્ર ઉપર મૂકી જવાની વ્યવસ્થા કરશે. શી ટીમ દ્વારા તમામ પરિક્ષા કેન્દ્રોની આસપાસ ચાંપતી નજર રાખશે.

અન્ય સમાચારો પણ છે…