ગરબાડાના પાંદડીમા સગીરાએ ઝાડ પર ઓંઢણી બાંધી ગળાફાંસો ખાઈ સગીરાએ જીવન ટુંકાવ્યું | In Garbarada's Pandima, the minor tied a blanket to a tree and hanged himself, the minor ended his life. | Times Of Ahmedabad

દાહોદ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંદડી ગામે એક 16 વર્ષિય સગીરાએ અગમ્યકારણોસર ગામના એક ખેતરમાં ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આત્મ હત્યાનું રહસ્ય હજીયે અકબંધ
ગત તા.16 મી માર્ચના રોજ સાંજના પાંચેક વાગ્યાના આસપાસ ગરબાડા તાલુકાના પાંદડી ગામે કાચલા ફળિયામાં રહેતી 16 વર્ષીય પાયલબેને પોતાના ગામના એક ખેતરમાં આવેલા આંબાના ઝાડ ઉપર ઓઢણી બાંધી અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. પરિવારજનોને માહિતી મળતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

પોલીસે આવી આગળની કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં સ્થાનીક પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ મૃતક પાયલબેનના મૃતદેહને ઝાડ ઉપરથી નીચે ઉચારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરવામાં આવ્યાં હતાં. આ સંબંધે પાંદડી ગામે કાચલા ફળિયામાં રહેતાં ભારતાભાઈ તેરીયાભાઈ ભાભોરે જેસાવાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આ સંબંધે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…