અમદાવાદ10 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં જાહેરમાં ગંદકી અને કચરો ફેકનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે જાહેરમાં કચરો અને ગંદકી કરનારા ગોડાઉન, દુકાનો, પાનના ગલ્લા, ચાની કીટલીઓ અને શોપિંગ શોપને નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં 59 જેટલાં કોમર્શિયલ એકમોને સીલ મારવામાં આવ્યા હતા. બેહરામપુરા વોર્ડમાં આવેલી ડાહયાલાલ પાર્ક સોસાયટીમાં જાહેર રોડ પર પાણી ઢોળવા બદલ રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતોમ
દક્ષિણ ઝોનમાં સોલિડ મેનેજમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રાજન પરમારની આગેવાનીમાં છેલ્લા કેટલાક દિવસથી જાહેરમાં ગંદકી અને કચરો કરનારા કોમર્શિયલ એકમો સામે કડક કાર્યવાહીની ડ્રાઇવ કરવામાં આવી હતી. જે પણ કોમર્શિયલ એકમોની બહાર ગંદકી અથવા કચરો દેખાય તો તેને નોટિસ આપી અને તેની પાસેથી દંડ વસૂલવાની અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મણિનગરમાં REYSIM સલૂન, ઇસનપુરમાં શ્રી જલારામ સ્વીટ મેન્યુફેક્ચરિંગ, ન્યુ ગુજરાત ટાયર, દાણીલીમડામ લાઈટ હાઉસ વગેરેને સીલ કર્યા હતા. 17 માર્ચે 27 અને 18 માર્ચે 32 એમ બે દિવસમાં કુલ 59 કોમર્શિયલ એકમોને સીલ કરી રૂ. 1.71 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.