ગોધરાના ધોળાકુવા ગામે બાઈક ચોરી, ઘોઘંબાના પરોલી ગામે મોટરમાંથી પાણી ચાલુ કરવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ | In Godhra's Dholakuwa village, a police complaint was registered regarding bike theft, in Ghoghamba's Paroli village, about turning on water from a motor. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • In Godhra’s Dholakuwa Village, A Police Complaint Was Registered Regarding Bike Theft, In Ghoghamba’s Paroli Village, About Turning On Water From A Motor.

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ગોધરા તાલુકાના ધોળાકુવા ગામે પાર્ક કરી મૂકી રાખેલી બાઇકને અજાણ્યા ચોર ઈસમ બાઈકનું લોક તોડી લઈ જતાં ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ બનાવ સંદર્ભે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ગામે નાયક ફળિયામાં રહેતા ચંપક પર્વતભાઈ નાયક બે દિવસ પહેલા ગોધરા તાલુકાના ધોળાકુવા ગામે આવ્યા હતા. ત્યારે તેમની બાઈક નંબર જીજે 20 બીબી 9144 જેની કિંમત આશરે 20 હજારની કોઈ અજાણ્યા ચોર ઈસમ બાઈકનું લોક તોડીને ચોરી કરી લઈ જતા ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પાણી ચાલુ કરવા બાબતે બોલાચાલી
ઘોઘંબા તાલુકાના પરોલી ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં એક ઈસમે જાણ કર્યા વગર ખેતરની મોટર ચાલુ કરીને પોતાના ખેતરમાં પાણી ચાલુ કરી દીધું હતું. જેથી ખેડૂતે પોતાની મોટર બંધ કરી દેતા એકદમ ઉશ્કેરાય ગયેલા ઈસમ ખેડૂતને અપશબ્દોને પાવડો લઈને મારવા ઘસી આવીને જાતિ વિષયક શબ્દો બોલીને મોટરના વાયર તથા મેન સ્વીચ તોડી નાખીને નુકસાન કરતા રાજગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ બનાવ સંદર્ભે ઘોઘંબા તાલુકાના પરોલી ગામે આવેલા મકવાણા ફળિયામાં રહેતા મહેન્દ્ર કલ્યાણભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આજથી પાંચ દિવસ પહેલા તેમના જ ગામમાં રહેતા સ્નેહલ કુમાર ગજેન્દ્રસિંહ સોલંકી તેમને જાણ કર્યા વગર મોટર ચાલુ કરી તેમના ખેતરમાં પાણી ચાલુ કરી દીધું હતું. જેથી મહેન્દ્રએ કહ્યું હતું કે, અગાઉના પાણીના રૂપિયા 35,000 બાકી છે અને અમને પૂછ્યા વગર કેમ મોટર ચાલુ કરી અને પહેલા આગળના પૈસા બાકી છે તે આપો પછી મોટર ચાલુ કરો તેમ કહેતા સ્નેહલકુમાર સોલંકી ગાળો બોલીને હાથમાં પાવડો લઈ મારવા ઘસી આવ્યા હતા અને જાતિ વિષયક શબ્દો બોલીને મેન સ્વીચ તોડી મોટરના વાયર કાપી બોરમાં નાખી દઈને નુકસાન કરતા મહેન્દ્ર મકવાણાએ રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરેલ છે.

ગેરકાયદેસર પ્રવેશ કરીને રજીસ્ટરના પાના ફાડી નાખ્યા
હાલોલ તાલુકાના કાકરા ડુંગરી ગામે આવેલ પંચાયતની ઓફિસમાં બિન અધિકૃત તરીકે પ્રવેશ કરીને જન્મ-મરણના દાખલાના રજીસ્ટરના પાનાઓ ફાડી નાખીને ગુનો કરતા પાવાગઢ પોલીસ મથકે બે ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ કડાણા તાલુકાના ડીટવાસ અને હાલ હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે રહેતા જશવંત ચંદુભાઈ ડામોરે જણાવ્યું હતું કે, ગઈકાલે હાલોલ તાલુકાના કાકરા ડુંગરી ગામે રહેતા ગૌતમ નારણભાઈ પરમાર અને રાજુ ગણપતભાઈ પરમાર પંચાયતની ઓફિસમાં પ્રવેશ કરીને જન્મ મરણના દાખલાના રજીસ્ટરના બે પાના ફાડી નાખ્યા હતા. જ્યારે રાજુભાઈ પરમારએ કહ્યું હતું કે, તું પહેલા તારા છોકરાના નામવાળું પાનું ફાડીને લઈ લે પંચાયત તો આપણા બાપની છે તેમ કહીને સરકારી મિલકતનું નુકસાન કરતા પાવાગઢ પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…