ગોંડલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા, ધરણાં કરે તે પહેલાં પોલીસે અટકાયત કરતાં વાતાવરણ ગરમાયું | In Gondal, the atmosphere heated up as Congress workers took to the streets, detained by the police before staging a sit-in | Times Of Ahmedabad

ગોંડલ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થવા મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ગતરોજ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. ત્યારે ઘણી જગ્યાઓ પર ધરણાં પૂર્વે જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારે આજે ગોંડલમાં રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસીઓ ધરણાં કરે તે પહેલાં પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કરતા વાતાવરણ ગરમાયું હતું.

કોંગ્રેસના નેતાઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું સંસદ પદ રદ કરતા ગોંડલ શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિનાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશીષ કુંજડિયા, યતિષ દેસાઈ, જયસુખ પારધી, દિનેશ પાતર, લલિત પટોડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાપાલાલ ચુડાસમા સહિતના કોંગ્રેસના કાર્યકરો દ્વારા શહેરના કોલેજ ચોકથી મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી રેલી કાઢવામાં આવી હતી.

ધરણાં પહેલા જ તમામની અટકાયત
કોંગ્રેસના નેતા, કાર્યકરો દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરી સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. બાદમાં કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેસે એ પહેલાં જ ગોંડલ સિટી પોલીસ તેમજ એલ.સી.બી પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું. જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post