Monday, March 27, 2023

કુરિવાજો બંધ કરી સમાજને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ લાવવા આગેવાનોએ ચર્ચા કરી | The leaders discussed to bring the society forward economically, socially and educationally by stopping kuriwajo | Times Of Ahmedabad

ડીસા33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઇ હતી. જેમાં ઠાકોર સમાજ આગેવાનોએ ઉપસ્થિત રહી સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે ચર્ચા વિચારણા કરી હતી.

ડીસામાં ઠાકોર સમાજ છાત્રાલય ખાતે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની મીટીંગ યોજાઈ હતી. જેમાં તાલુકા પ્રમુખ બચુજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને નવીન ગામ સમિતિની રચના કરવા અને સંગઠન વધુ મજબૂત કરવા કાર્યકરોને સૂચના આપવામાં આવી હતી. ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજ ના લોકોને જાગૃત કરવા માટે એક બીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેના વિશે પણ ચર્ચા વિચારણા કરાઇ હતી.

સમાજમાં ચાલી આવતા વર્ષો જુના કુરિવાજો બંદ કરી સમાજના યુવાનો ધંધા રોજગારમાં કેવી રીતે આગળ વધે તેના વિશે પરામર્શ કર્યો હતો. આ બેઠકમાં ડીસા તાલુકાના તમામ ગામમાં ક્ષત્રિય ઠાકોર સેનાની ગામ સમીતિઓ બનાવવા સૂચના આપી સમાજના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે એકબીજાએ વિચારો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.