Friday, March 10, 2023

જસદણના કનેસરા ગામે યુવાન રાત્રીના ખેતરમાં ગયો,સવારે મૃતદેહ મળ્યો, પિતાએ જ ઢીમ ઢાળી દીધાની શંકા | In Kanesara village of Jasdan, the young man went to the field at night, the body was found in the morning, it is suspected that the father had dumped the dhim. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Kanesara Village Of Jasdan, The Young Man Went To The Field At Night, The Body Was Found In The Morning, It Is Suspected That The Father Had Dumped The Dhim.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar

મૃતકની ફાઈલ તસવીર

  • પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવૌ પોલીસ તપાસમાં ખૂલ્યું

રાજકોટ જીલ્લાના જસદણ નજીક આવેલા કનેસરા ગામે યુવાન ખેતીકામ કરતો હતો અને ગત રાત્રે તે ઘરેથી પોતાની વાડીએ રખોપુ કરવા માટે ગયો હતો. જે સવારે પરત ન આવતા પરિજનોએ તેની તપાસ કરી હતી. જ્યાં વાડીમાં તેની લાશ મળી આવી હતી. સમગ્ર મામલે ભાડલા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતદેહ રાજકોટ ખસેડાયો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ભાડલા પોલીસને જાણ થઈ હતી કે કનેસરા ગામ નજીક વાડીમાં મહેશ બટુકભાઈ કુકડીયા નામના યુવાનની લોહિયાળ હાલતમાં લાશ મળી આવી છે. જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.

લાકડીઓના ઘા મારી હત્યા
જે બાદ પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતકને માથામાં લાકડીઓના ઘા મારી હત્યા થઈ હોય તેવુ અનુમાન મળેલુ છે પછી પરિવારજનોની પુછપરછ કરતા મૃતક મહેશ અને તેના પિતા બટુકભાઈ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય ગતરાત્રે નશાની હાલતમાં પિતાએ પુત્રની હત્યા કરી નાખી હોવાની શંકા પોલીસ સેવી રહી છે. હાલ પોલીસે આ અંગે શંકાના દાયરામાં આવતા પિતાને સકંજામાં લીધા છે અને વધુ પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: