- Gujarati News
- Local
- Gujarat
- Patan
- In The Matter Of The Service Road On Both Sides Of The Overbridge On Rajmahal Road In Patan, Dr. Atul Aggarwal Made A Presentation Before The Collector
પાટણ44 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજમહેલ રોડ પર ચાલતી ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને લઈને ઓવરબ્રિજની બન્ને બાજુના સર્વિસ રોડ બરાબર બનાવેલ ન હોય ગંભીર અકસ્માત થવાની શક્યતા રહેલ હોવાની બાબતે પાટણના ડો. અતુલ અગ્રવાલ દ્રારા કલેકટરને લેખિતમાં રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ડો. અગ્રવાલ દ્રારા કલેકટરને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે, રાજમહેલ રોડ પર ચાલતી ઓવરબ્રિજની કામગીરીને લીધે બનાવવામાં આવેલ સર્વિસ રોડ બરાબર બનાવેલ નથી. ડામર કામ પણ કરેલ નથી ખાડા ટેકરા વાળો રોડ છે. તો ખાડા પૂરી લેવલીંગ કરવા તથા ડામર કામ કરી રોડ વ્યવસ્થિત બનાવવો, સર્વિસ રોડ પર સંતોકબા હોલની બાજુમાં આવેલ શાળા નજીક ઉંચાઈ વાળો તથા નિયમ વિરુધ્ધ નો બમ્પ બનાવેલ છે. જેથી અકસ્માત થવાની શક્યતા છે.તો આ બમ્પ દુર કરી નિયમો અનુસાર બમ્પ બનવવા તથા તેના પર સફેદ–પીળા પટ્ટા લગાવી યોગ્ય કરવું, સર્વિસ રોડ ખુબ જ સાકડો છે તથા તેના પર ઘણી જગ્યાએ ખાણી પીણી ની તથા નાસ્તાની લારીઓ ગેરકાયદેસર ઉભી રહે છે તથા અન્ય નાના મોટા વાહનો પણ પાર્કિંગ કરેલ હોય છે. આમ અહીં ટ્રાફિક જામ થઇ જાય છે. તો આ લારીઓ તથા આડેધડ થતા પાર્કિંગ સત્વરે દુર કરાવી ટ્રાફિકની અવર જવર સરળતાથી થાય તે માટે યોગ્ય પગલા ભરવા તેઓએ રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.