Friday, March 10, 2023

મેમદપુર ગામે મિત્રના લગ્નમાં ગયેલા યુવક પર બાઈક ચલાવવા મામલે ગામના યુવકોએ હુમલો કર્યો, બાઈકને તોડી નુકસાન પહોંચાડ્યું | In Memadpur village, the youth of the village attacked a youth who had gone to a friend's wedding for riding a bike, broke the bike and damaged it. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Memadpur Village, The Youth Of The Village Attacked A Youth Who Had Gone To A Friend’s Wedding For Riding A Bike, Broke The Bike And Damaged It.

મહેસાણા32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મેમદપુર ગામે ખારા ગામનો યુવક મિત્રની જાન આવતી હોવાથી લગ્નમાં હાજરી આપવા ગયો હતો. જ્યાં આ યુવક તેમજ અન્ય યુવક ગામમાં બાઈક ચલાવી રહ્યા હતા. એ દરમિયાન મેમદપુર ગામના યુવકો સાથે બાઈક ચલાવવા મામલે તકરાર થઈ હતી. જેમાં યુવકો વચ્ચે મારામારી સર્જાયા બાદ ગામના 6 જેટલા શખ્સોએ તલવારો લઇ આવી યુવક પર હુમલો કરી બાઇકોને તોડી નાખી હતી.

પેટ્રોલપંપ પાસે ફરી માથાકૂટ થઈ​​​​​​​
ખારા ગામે રહેતો હિતેશજી ઠાકોર પોતાના મિત્રની જાનમાં મેમદપુર ગયો હતો. જ્યાં યુવક પોતાના નવા બાઈક પર સવાર થઈ મિત્રો સાથે ગામમાં આંટો મારવા ગયા હતા. જ્યાં ફરિયાદીના મીત્ર રણજીતના બાઇકના સાઈલેન્સરનો અવાજ વધુ આવવાથી મેમદપુર ગામના ત્રણ યુવકોએ બાઇક રોકાવી ” ફુલ અવાજવાળું બાઈક લઇ ગામમાં કેમ ફરો છો” એમ કહી બોલાચાલી કરી હતી. લગ્ન પતાવી ફરિયાદી પોતાના મિત્રો સાથે ઘરે જવા નિકળ્યો હતો એ દરમિયાન મેમદપુર ગામના પેટ્રોલપંપ પાસે ફરી માથાકૂટ થઈ હતી. એ યુવકોએ ફરિયાદી યુવક અને તેના મિત્રોને ત્યાં બોલાવ્યા બાદ મેમદપુર ગામના યુવકો પોતાના હાથમાં તલવાર કાઢી ફરિયાદી તેમજ તેના મિત્રોની પાછળ તલવારો લઈ મારવા દોડ્યા હતા. જ્યાં ફરિયાદી યુવકને ડાબા કાને તલવાર વાગી હતી. સમગ્ર હુમલાની ઘટનામાં બે યુવકોને ઈજા થઈ હતી, જેમાં ફરિયાદી યુવક અને તેના મિત્રોના બાઇકોને મેમદપુર ગામના યુવકોએ તલવારો અને ધોકા મારી તોડી દીધા હતા.

​​​​​​​સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
ઇજા પામેલા યુવકોને જોટાણા સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ડાબા કાને બે ટાંકા આવ્યા હતા.તમેજ હુમલો કરનાર કુલદીપ દરબાર, નંદુભા ઝાલા, ભયલું ઝાલા સહિત અજાણ્યા ત્રણ યુવકો વિરુદ્ધ સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: