Friday, March 10, 2023

ભરૂચની બે વિદ્યાર્થિનીઓએ કલાકુંભ અને બાળ પ્રતિભા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો | Two girl students from Bharuch bagged the first position at the state level in Kalakumbha and Child Talent Competition | Times Of Ahmedabad

ભરૂચ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચની નારાયણ વિદ્યાલય શાળાના બે વિદ્યાર્થીઓ કલાકુંભ અને બાળ પ્રતિભામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

તાજેતરમાં નવસારી અને અમરેલી ખાતે કલાકુંભ અને બાળ પ્રતિભા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધાઓમાં રાજ્યભરમાંથી અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે નવસારી ખાતે યોજાયેલ બાળ પ્રતિભા સ્પર્ધામાં ભવ્યા અક્ષય વસાવા અને અમરેલી ખાતે યોજાયેલ કલાકુંભ સ્પર્ધામાં યેશા ગુમાન પટેલે ભાગ લીધો હતો. આ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભરૂચની નારાયણ વિદ્યાલયની બંને સ્પર્ધકો પ્રથમ ક્રમ હાંસલ કરી ભરૂચ જિલ્લાનું નામ રાજ્ય લેવલે રોશન કરતા શાળાના આચાર્ય ડો.ભગુ પ્રજાપતિ અને શિક્ષિકા નયનાબેન પટેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: