- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- In Navsari, There Was A Large Crop Of Chiku, But The Weather Was Not Suitable, The Prices Were Not Enough, The Farmers Are Now In Kadof.
નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
નવસારી જિલ્લો ગુણવત્તા યુક્ત ચીકુ માટે સમગ્ર ભારતમાં વખણાય છે. અહીંના ચીકુ ઉત્તર ભારતમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે. આ વખતે ચીકુનો મબલખ પાક જોવા મળ્યો છે, પરંતુ ચિકુને તોડવા માટે મજૂરોની અછતથી ખેડૂતોના માથે મુશ્કેલી આવી પડી છે. તેમજ બદલાયેલું વાતાવરણ અને ગરમી વધુ હોવાને કારણે ચીકુ ટ્રાન્સપોર્ટ થાય તે પહેલા જ અધવચ્ચે જ પાકી જતા હોવાને કારણે ઉત્તર ભારતમાં તેના યોગ્ય ભાવ મળતા નથી. જેથી નવસારી જિલ્લામાં ચીકુની હાલત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કાંદાની હાલત જેવી થઈ છે.

ઝાડ પર પરથી પાડવા યોગ્ય થયેલા ચીકુના પાક માટે મજૂર ક્યાંથી લાવવા તેની ચિંતા ખેડૂતોને કોરી ખાઈ રહી છે. મોટાભાગે વાંસદા અને મહારાષ્ટ્રથી આવતા મજૂરોની ખોટ આ વર્ષે ખેડૂતોને થઈ રહી છે. અમલસાડ અને ગણદેવી પંથકના ખેડૂતો સ્વીકારી રહ્યા છે કે, જેવી રીતે કાંદા રોડ પર રજડતા થયા તેવી જ રીતે ચીકુની પણ સપ્લાય સામે ડિમાન્ડ ઓછી રહેતા પાકનું શું કરવું તે ચિંતાનો વિષય છે.

10 કિલો ચીકુ માર્કેટ યાર્ડમાં મોકવાનો ખર્ચો 85 થી 110 રૂપિયા થાય છે. તે ચીકુ ઉત્તર ભારતમાં ગુણવત્તા બગડવાને કારણે 10 કિલોના માત્ર 120 રૂ. મળી રહ્યા છે. જેથી ખર્ચો અને વેચાણ કિંમતમાં સમાનતા ન રહેતા ખેડૂતોને આફત આવી પડી છે. ચારેકોરથી માર સહન કરતો ખેડૂત હવે કુદરત પાસે મીટ માંડી બેઠો છે.