નર્મદા (રાજપીપળા)4 મિનિટ પહેલા
- કૉપી લિંક
નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિનીમાં નર્મદાની ચૈત્ર મહિનામાં પરિક્રમાનો ખુબ મહિમા છે. હજારો વર્ષો પહેલા માર્કંન્ડે ઋષિએ આ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. ત્યારથી આ નર્મદા પરિક્રમા લોકો કરતા આવે છે. પહેલા સાધુ સંતો કરતા છેલ્લા 10 વર્ષથી આ પરિક્રમા ભક્તો કરતા થયા છે. જેને પંચકોશી પરિક્રમા કહેવામાં આવે છે. 21 કિમીની આ પંચકોશી પરિક્રમા 375 કિમીની મુખ્ય નર્મદા પરિક્રમાં કરતા પણ વધુ લાભ આપે છે. જેથી ભક્તોનું ઘોડાપુર વધી રહ્યું છે.
શનિ-રવિની રજામાં 60 હજારથી વધુ પરિક્રમા વાસીઓ આવ્યા હતા અને રવિવારે તો 30 થી 40 હજાર પરિક્રમાવાસીઓનો ધસારો જેને લઈને ખાસ કરીને તિલકવાડા ખાતે જ્યાં નર્મદા નદી ક્રોસ કરવામાં આવે છે. જે નાવડીમાં બેસીને સામે પાર જવાનું હોય છે એટલે ત્યાં ધસારો જોવા મળ્યો અને માત્ર 10 નાવડીઓને કારણે ધક્કામુક્કી અને અફરા તફરી નાવડીમાં બેસવા માટે થઇ હતી. વધારે પરિક્રમા વાસીને બેસાડી સામે પર લઇ જવામાં જોખમ કેટલું જેમાં કોઈ લાઈફ જેકેટ નહિં કોઈ સુરક્ષા નહિ. કલાકો સુધી ઉભા રહેતા પણ નંબર ના આવતા લોકો જીવના જોખમે એક બીજાનો હાથ પકડી સહારો લઈને નર્મદા નદી ચાલીને પાર કરી હતી. જો વહેણમાં કોઈ પડી ગયું અને તણાઈ ગયું તો જવાબદાર કોણ તંત્ર ટેન્ડર પ્રકિયા કરીને કોઈ એકને નાવડીનો ઈજારો આપે છે. તો તિલકવાડા અન્ય કેટલાય નાવિકો છે. જેમને પણ છુટછાટ આપવામાં આવે તો રોજગારી બધાને મળે અને પરિક્રમાવાસીઓને સેફટી મળે, સરળતા રહે જેથી તિલકવાડા ખાતે નાવડીઓ વધારવા માગ ઉઠી છે.
નવાડીઓ વધારો
નર્મદા પરિક્રમામાં બે જગ્યાએ નાવડીમાં બેસીને નદી પસાર કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને તિલકાવડા ખાતે મામલતદાર દ્વારા એક નાવિકને ઈજારો આપ્યો છે પરંતુ જો એમ કરવા કરતા અન્ય નાવિકોની પણ મદદ લે અને અન્ય નાવિકો પોતાની રીતે નાવાડીઓ મૂકી ધંધો કરે તો તિલકવાડા 30 થી 40 નાવડીઓ થઇ જાય એટલે પરિક્રમાવાસીઓને તકલીફ ના પડે એટલે નવાડીઓ વધુ હોવી જોઈએ સાથે ઓવરલોડ પ્રવાસીઓ ના બેસે એટલે જીવનું જોખમ પણ ટળે…
ગત વર્ષે ત્રણ યુવાનો બચાવ થયો હતો
ગત વર્ષે પણ નાવડીઓની આવી જ રામાયણ હતી. તંત્રને ઘણું કહ્યું પણ નાવડીઓ વધારાઈ નહિં. એટલે લાંબી કતારોને લઈને ત્રણ યુવાનો નર્મદા નદી તરીને પાર કરવાની કોશિશ કરી હતી. જેમાં બે યુવાનોએ માંડ માંડ કિનારે પહોંચ્યા અને ત્રીજો અધવચ્ચે થાકી ગયો એટલે નાવડી લઇ નાવિકો નર્મદા નદી વચ્ચે જઈને લાઈફ જેકેટ નીચે નાખી યુવાને લાઈફ જેકટ પકડી સ્થિર થયો. ત્યારે નાવિકોએ ઉંચકી લીધો અને બચાવ કર્યો હતો.