Saturday, March 11, 2023

પાટડીમાં પતિએ લોખંડના પાઈપથી પત્ની પર હુમલો કર્યો, સાસરીયાઓએ દહેજની માગ કરી માનસિક રીતે પ્રતાડિત કરી | In Patdi, husband assaults wife with iron pipe, in-laws demand dowry and torture her mentally | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના દસાડા પોલીસ મથકે પરિણીતાએ દહેજ અને મારકૂટ બાબતની ફરિયાદ નોધાવી છે. દહેજ મારઝૂડ અને માનસિક રીતે પ્રતાડિત કરવાની ફરિયાદ નોંધાવાતા દસાડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મૂળ જોટાણા ગામની એક પરિણીત મહિલાને તેઓના સાસુ, દિયર અવારનવાર બોલાચાલી કરતા હતા કે, તારા પિતાને ત્યાંથી દહેજમાં કશું લાવી નથી, જેવા મેણા ટોણા મારી અને વારંવાર માનસિક રીતે પ્રતાડીત કરતા હતા. જેથી પરિણીતા પોતાના પિતાના ઘેર આરામ કરવા માટે ગઇ હતી અને ત્યાંથી તેઓના ફુઈના ઘેર પોતાની દીકરી સાથે ગઇ હતી. જ્યાં બપોરના અરસામાં પોતાનો પતિ લોખંડનો પાઈપ લઈને આવ્યો હતો અને કહેલુ કે, તું આપણા ઘેર કેમ નથી આવતી તેમ કહી બીભીત્સ ગાળો બોલવા લાગ્યો હતો.

જેથી તેને પરિણીતા દ્વારા ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ જઈ પરિણીતાને હાથે અને શરીરના ભાગે આડા અવળા પાઈપના ઘા મારવા લાગ્યો હતો અને ખોળામાં સુતેલ છોકરીને પણ ફેકી દીધી હતી. જેથી આજુબાજુમાં રહેતા લોકો દ્વારા તેઓને છોડાવી હતી. ત્યારબાદ પરિણીતાનો પતિ સાથે નહીં આવી તો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં પરિણીતાને શરીર અને હાથના ભાગે ઈજાઓ થઇ હોવાથી તેઓને પ્રાથમીક સારવાર માટે બેચરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

પરંતુ ત્યાના તબીબે તેઓને પ્રાથમીક સારવાર આપી ઈજાઓ વધુ હોવાથી મહેસાણા હોસ્પિટલ ખાતે રીફર કરી હતી. જ્યાં તેઓને જમણા હાથે ફ્રેકચર અને શરીરના ભાગે ઈજાઓ થઇ હોવાનું જણાવાયું હતું. જેથી પરિણીતા દ્વારા દસાડા પોલીસ મથકે સાસરીયા અને પતિ વિરુદ્ધ દહેજ બાબતે મારઝૂડ અને માનસિક પ્રતાડિત કરવાની અને પતિ દ્વારા લોખડના પાઈપ દ્વારા શરીરે ઈજાઓ પહોચાડી અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવતા મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ દસાડા પોલીસ મથકના પી.એસ.આઈ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: