Saturday, March 11, 2023

વલસાડ જતી બસનાં ડ્રાયવરને ચક્કર આવતા બસ રોડ પરથી ઉતરી ગઈ; 25 પેસેન્જરનો આબાદ બચાવ | Valsad-bound bus veered off the road after the driver got dizzy; Rescue of 25 passengers | Times Of Ahmedabad

છોટા ઉદેપુરએક કલાક પહેલા

છોટા ઉદેપુરની વલસાડ જતી એસ.ટી. બસના ડ્રાઈવરને સિંગલા ઘાટી પાસે અચાનક ચાલુ બસે ચક્કર ચઢતા બસ રોડની નીચે ઉતરી ગઈ હતી. સદનસીબે બસના પેસેન્જરોનો આબાદ બચાવ થયો છે.

આજે સવારના લગભગ 9 વાગ્યાના અરસામાં છોટા ઉદેપુરથી વલસાડ જતી એસ.ટી. બસ સિંગલ ઘાટી પહોંચી હતી. ત્યારે થોડેક દૂર જતા જ બસના ડ્રાઈવર ઇન્દ્રજીત છગનભાઈ રાઠવાને ચાલુ બસે ચક્કર ચઢ્યા હતા અને તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. સદ નસીબે આ બસમાં સવાર 25 જેટલા પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો.

બસના ડ્રાયવરને અચાનક ચક્કર ચઢતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પર જ માથું ઢાળી દીધું હતું. પરંતુ બસ રોડની નીચે ઉતરી જતાં બસ ઊભી રહી ગઈ હતી. બસ ઉભી રહેતા 108ને બોલાવી ડ્રાયવરને છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: