- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In The Race Course, The Dust Roared, Young Men And Women Danced Around, Youngsters Painted Each Other And Danced To The Tunes Of The DJ.
રાજકોટ3 કલાક પહેલા
રાજકોટવાસીઓ ધુળેટીના પર્વની મન ભરીને ઉજવણી કરી રહ્યા છે
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ધુળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રંગીલું ગણાતું રાજકોટ રંગોનાં તહેવાર ધુળેટીની ઉજવણી મનભરીને કરી રહ્યું છે. શહેરના રેસકોર્સ રિંગરોડ ખાતે ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે રાજકોટવાસીઓ ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે. બે વર્ષ બાદ લોકોએ એકબીજાના ચહેરા પર રંગો લગાવ્યા હતા અને શહેરના તમામ મુખ્ય રસ્તા પર અબીલ ગલાલની છોળો ઉડી રહી છે.

રંગોનાં તહેવાર ધુળેટીની ઉજવણી

યુવક અને યુવતીઓએ અલગ-અલગ ગીતો પણ મન મૂકીને ડાન્સ કર્યા હતા

એક બીજા પર પાણી છાંટી પર્વની ઉજવણી કરી
રંગોના પર્વની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી
કોરોનાની મહામારીના 3 વર્ષ બાદ આજે નિયમો હળવા થતા રાજકોટવાસીઓએ પણ ધુળેટીના પર્વની મન ભરીને ઉજવણી કરી રહ્યા છે. શહેરની તમામ શેરીઓ ગલીઓમાં નાના મોટા સૌ કોઇ ધુળેટીના રંગે રંગાયા હતા. રાજકોટવાસીઓ એક બીજાને કલર લગાવી ડીજેના તાલ ઝૂમી ઉઠ્યા હતા.નાના બાળકો પિચકારી અને ફુગ્ગા લઇ રંગ પર્વ ધૂળેટીની ઉજવણી કરી હતી. ધુળેટી પર્વને લઇ બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.બાળકોના વાલીઓ સાવચેતી રાખી રહ્યા છે.

ધુળેટીના પર્વમાં પણ ગરબા રમતા નજરે પડ્યા
ગરબાના સાથે ધુળેટીની ઉજવણી
રાજકોટની ઓળખ એટલે ગરબા, તહેવાર કોઇ પણ હોય તેના પર ગરબા ન રમે ત્યાં સુધી તે પર્વની ઉજવણી અધૂરી માનવામાં આવે છે. અને આજે રાજકોટીયન્સ ધુળેટીના પર્વમાં પણ ગરબા રમતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત યુવક અને યુવતીઓ અલગ-અલગ ગીતો પણ મન મૂકીને ડાન્સ કર્યા હતા.

મિત્રો સાથે મળી પર્વની ઉજવણી કરી

ધૂળેટીનું ડાન્સ સાથે સેલિબ્રેશન

મેયરે પરિવાર સાથે ધુળેટી ઉજવી