પંચમહાલ (ગોધરા)21 મિનિટ પહેલા
નેશનલ સાયન્સ ફેરમાં ટીંબાગામ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટની સતત બીજી વખત પસંદગી કરવામાં આવી છે. જેમાં ટીંબાગામ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના વિકાસ માટે દર વર્ષે સંકુલ કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા સુધી સાયન્સ ફેર યોજાય છે. રાજ્ય કક્ષાની સૌથી શ્રેષ્ઠ કૃતિઓને વિભાગવાર નેશનલ કક્ષાએ મોકલવામાં આવી હતી.

જેમાં વિભાગ 1માં ટેકનોલોજી અને માહિતી પ્રત્યાયનમાં ટીંબાગામ પ્રાથમિક શાળાનાં પ્રોજેક્ટ WIFI ટેકનોલોજી યુક્ત FLN યંત્ર જેમાં બાળ વૈજ્ઞાનિકો પટેલ યામી ચિરાગકુમાર, પટેલ સિયા રાહુલકુમાર, માર્ગદર્શક શિક્ષક રઘુભાઈ એસ ભરવાડ અને મદદનીશ શિક્ષક પટેલ શૈલેષકુમાર એસ અને પટેલ હીનાબેન આરની પસંદગી સતત બીજી વખત રાષ્ટ્રીય કક્ષાએ થતા સમગ્ર શાળા પરિવાર ગ્રામજનો અને પંચમહાલ જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. સાથે સોશિયલ મીડિયા દ્વારા હજારો વ્યક્તિઓએ આ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા છે.