Wednesday, March 8, 2023

રાજકોટમાં કોંગી નેતાએ આજે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં અવતરેલી દીકરીઓને સોનાની ચૂંક આપી વધાવી | In Rajkot, the Congolese leader today felicitated the daughters who were incarnated in civil and private hospitals by giving gold pieces | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Congolese Leader Today Felicitated The Daughters Who Were Incarnated In Civil And Private Hospitals By Giving Gold Pieces

રાજકોટ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વિજય બાબુભાઈ વાંકે તમામ બાળકીને વધાવી લીધી - Divya Bhaskar

વિજય બાબુભાઈ વાંકે તમામ બાળકીને વધાવી લીધી

રાજકોટમાં આજે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે વિજય વાંકે મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ કોર્પોરેટર વિજય વાંકે આજે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં જન્મેલી બાળકીઓને સોનાની ચૂક અને રૂ.101 રોકડા આપીને મહિલા દિવસ ઉજવ્યો હતો. પૂર્વ કોર્પોરેટર વિજય બાબુભાઈ વાંકે તમામ બાળકીને વધાવી લીધી હતી. નોંધનીય છે કે તેઓ છેલ્લા સાત વર્ષથી આ પ્રકારે મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છે.અને હજુ રાત્રીના 12 વાગ્યા સુધી જેટલી દીકરીઓનો જન્મ થશે તે તમામના જન્મને વધાવવામાં આવશે.

વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે
વિજયભાઇએ જણાવ્યું હતું કે, મહિલાઓ વિવિધ ક્ષેત્રે આગવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે. ભારતીય વાયુસેના કોસ્ટગાર્ડ, રમતગમત અને અન્ય ક્ષેત્રે મહિલાઓનું યોગદાન રહ્યું છે. ત્યારે દીકરીઓને પ્રોત્સાહન માટેના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. અત્યારસુધીમાં અમે જેથી 8 માર્ચે આજે રાજકોટ શહેરમાં જન્મ લેનાર ‘નન્હી પરી’ દરેક દીકરીઓને સોનાની ચૂંક, રૂ.101 રોકડા અને ગુલાબનું ફૂલ આપવામાં આવ્યા છે. અમારા દ્વારા સતત સાત વર્ષથી આ સેવાકીય કાર્ય કોઇ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે. સર્વ જ્ઞાતિય સમુહ લગ્નોત્સવ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 675 જેટલી દીકરોઓનું કન્યાદાન કરવામાં આવ્યું છે.

મહિલાઓને ફ્રિમાં મુસાફરીનો લાભ આપતી મનપા
આજે શહેરમાં આખો દિવસ મહિલાઓ સિટી બસ અને BRTS બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. શહેરમાં ગમે તે જગ્યાએથી ગમે તેટલીવાર ફ્રીમાં મુસાફરી કરી શકશે. ત્યારે આ અંગે મહિલાઓએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી મહાનગરપાલિકા દ્વારા તેમને આપવામાં આવેલા ભેટ અંગે તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ સારી બાબત કહી શકાય આજે ખાસ કરીને મહિલા દિવસ છે ત્યારે મહિલાઓ આ રીતના ફ્રિ માં મુસાફરી કરી શકતી હોવાને કારણે મહિલાઓ પણ ખુશ થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: