Sunday, March 12, 2023

સક્કરબાગ ઝૂમાં પક્ષીઓ અને પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે વિશેષ વ્યવસ્થા કરાઈ, પીંજરામાં ગ્રીન નેટ તેમજ બરફ મુકાયા | In Sakkarbagh Zoo, special arrangements were made to protect the birds and animals from the heat, green nets and snow were placed in the cages. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Sakkarbagh Zoo, Special Arrangements Were Made To Protect The Birds And Animals From The Heat, Green Nets And Snow Were Placed In The Cages.

જુનાગઢ3 કલાક પહેલા

ઉનાળાની ગરમીથી બચવા માટે લોકો એ.સી. જેવા આધુનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે જ્યારે જંગલના વન્યજીવો પણ ગરમીથી બચવા નત નવા નુસ્ખાઓ અપનાવતા હોય છે જેમાં મોટા ભાગના પ્રાણીઓ પક્ષીઓ જંગલમાં નદીકાંઠે અથવા પાણીના પોઇન્ટ નજીક દિવસ પસાર કરી ગરમીથી રાહત મેળવતા હોય છે. ત્યારે જૂનાગઢના સક્કર બાગ ઝૂ ના વન્યજીવોને ગરમીથી રાહત આપવા માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ વખતે ઉનાળાની શરૂઆતમાં જ ભારે ગરમી અને તાપ વરસતા સક્કરબાગ ઝૂમાં ગરમીથી રાહત માટેની વ્યવસ્થાનો 15 દિવસ અગાઉ પ્રારંભ કરવો પડ્યો છે.

આ બાબતે સક્કરબાગ ઝુ ના આર.એફ.ઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, સક્કરબાગ ઝૂમાં ગરમીથી રાહત માટે પક્ષીઓના પિંજરાઓમાં ગ્રીન નેટ લગાવવામાં આવી છે જેથી ગરમીનો સીધા તાપ માંથી પક્ષીઓ બચી શકે. આ ઉપરાંત ખૂંખાર વન્ય પ્રાણીઓ જેવા કે વાઘના પાંજરામાં પાણીના પોઇન્ટની અંદર બરફ મૂકવામાં આવે છે, સિંહ અને દિપડાના પાંજરામાં પાણીના ફુવારાઓ લગાવવામાં આવે છે ફુવારાના પાણીથી સિંહ દિપડાને ગરમીથી રાહત મેળવી શકે છે. તથા નાના પક્ષી અને પ્રાણીઓને પાંજરા પર ભીના કંતાનો બાંધવામાં આવે છે. જેથી ઠંડો પવન મળી રહે છે અને ઉનાળાની સીઝન દરમિયાન વન્ય જીવોનો ખોરાકમાં પણ ઘટાડો થાય છે.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય એક એવી જગ્યા છે. જ્યાં પ્રવાસીઓ અવરીત આવતા હોય છે, દર વર્ષે અંદાજે 3 થી 4 લાખ પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને હાલ જ્યારે વેકેશન ચાલે છે. ત્યારે દૂર દૂર થી આવતા બાળકો તેમજ તેમના પરિવારજનો અહીં આવતા હોય છે જેઓ પણ સક્કરબાગની અંદર આવેલ અસંખ્ય વૃક્ષોની છાયામાં ઠંડક મેળવે છે. પ્રાણીઓને ઠંડક માટે આપવામાં આવતીઆ સુવિધાઓથી ખુશીનો અનુભવ કરે છે. આમ હજુ તો ગરમીની શરૂઆત છે ત્યાં લોકો તોબા થવા લાગ્યા છે ત્યારે પાંજરામાં કેદ વન્ય પ્રાણીઓ માટે પણ દર વખતની જેમ આ વખતે વ્યવસ્થા તાબડતોબ શરું કરવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: