પાટણ10 મિનિટ પહેલા
- કૉપી લિંક

હારિજ ખાતે આવેલા સોમનાથનગર-2માં રહેતા યુવાન મુકેશજી રમેશજી ઠાકોરે વર્ષ મંગળવારના રોજ રાત્રિનું ભોજન જમીને ઘરની બહાર નીકળ્યો નહોતો અને યુવાનની માતા બહાર જતા રાત્રે 10 કલાક પહેલા ઘરમાં અંદરથી નકુચો વાખીને પંખા સાથે ઘરમાં પડેલી ઓઢણી બાંધી ફાંસો ખાયો હતો.યુવાનની માતા ઘરે આવી અંદરથી બંધ ઘર જોતા અને બુમો પાડવા છતાં નહી ઘર ખોલતા બારીમાં જોતા દીકરા મુકેશે પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાયેલી હાલત જોઈ બુમો પાડતા આજુ બાજુમાં રહેતા લોકો આવી ગયા અને નકુચો તોડીને મૃતક યુવાનને નીચે ઉતારવામાં આવ્યો હતો.

યુવાનના પિતાજી રમેશજી ગુગાજી ધનાજી ઠાકોર કચ્છ ભુજ નજીક ગાજેટ ગામે આંબાની વાડીમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે. ત્યારે ગતરાત્રીએ ઘટના બનતા તેમના જમાઈએ દીકરા મુકેશજીએ ફાંસો ખાધો હોવાનું જણાવતા રાત્રે ત્યાંથી નીકળી જઇ સવારે ઘરે આવી હારિજ પોલીસને જાણ કરી હતી.અને મૃતક યુવાનના પિતા રમેશજીએ હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે.