સુરતમાં હેવાન બનેલા શિક્ષકે ટ્યુશનમાં આવતા બાળકોને બીભત્સ વીડિયો બતાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ | In Surat, a teacher who became a Hawan committed an act against nature by showing a nasty video of a child coming to tuition. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Teacher Who Became A Hawan Committed An Act Against Nature By Showing A Nasty Video Of A Child Coming To Tuition.

સુરત34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતમાં બાળકો સાથેના અત્યાચારની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉધના વિસ્તારમાંથી 9 વર્ષના બે બાળકો સાથે ટ્યુશનના શિક્ષક દ્વારા જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ટ્યુશનના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને બીભત્સ વીડીયો બતાવીને તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હતું. બનાવ અંગેની જાણ પરિવારને થતા પરિવાર દ્વારા ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિદ્યાર્થીઓના પરિવારની ફરિયાદને આધારે ટ્યુશન શિક્ષક સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાળકની માતાએ ફરિયાદ દાખલ કરાવી હતી.

બાળકની માતાએ ફરિયાદ દાખલ કરાવી હતી.

વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઉધના વિસ્તારમાં આવેલ શાંતિનગર એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ મુકબિર મોહમ્મદ બસીરૂદ્દીન શેખ પ્રાઇવેટ મદરેસા ટ્યુશન ક્લાસ ચલાવે છે. તે છેલ્લા ઘણા વર્ષોથી સુરતના ઉધના વિસ્તારમાં રહે છે. મૂળ ઝારખંડના રહેવાસી છે. તેમના ટ્યુશન ક્લાસમાં 40થી 50 વિદ્યાર્થીઓ રોજ આવતા હોય છે. દરમિયાન મોહમ્મદ બસિરુદ્દીન શેખ દ્વારા તેને ત્યાં ટ્યુશન ક્લાસ પર આવતા નવ વર્ષની ઉંમરના બે વિદ્યાર્થીના પરિવાર દ્વારા શિક્ષક મોહમ્મદ બસીરુદ્દીન શેખ સામે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

બેથી વધુ બાળકો સાથે આરોપીએ કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કરાયા છે.

બેથી વધુ બાળકો સાથે આરોપીએ કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કરાયા છે.

અશ્લીલ વીડિયો બતાવતો હતો
ઉધનાના શાંતિનગર ખાતે મદરેસાનું ટ્યુશન આપતા શિક્ષક બસીરુદ્દીન શેખ સામે 9 વર્ષના બે વિદ્યાર્થીના પરિવાર દ્વારા ફરિયાદ આપતા જણાવ્યું છે કે, શિક્ષક બંન્ને બાળકોને પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવવામાં આવતા હતા. ત્યારબાદ બન્ને બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. બાળકો ટ્યુશન ક્લાસ પર જતા હતા. દરમિયાન આ પ્રકારના અશ્લીલ વિડિયો બતાવવામાં આવતા હતા. ત્યારબાદ તેને અન્ય રૂમમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાતું હતું.

કોઈને કહેશે તો મારવાની ધમકી અપાઈ હતી
મદરેસાનો ટ્યુશન ચલાવનાર બસીરૂદ્દીન શેખ બંને બાળકો સાથે છેલ્લા છ મહિનાથી અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. મોબાઇલમાં બંને બાળકોને અશ્લીલ વીડિયો બતાવીને તેની સાથે બાંધકામ કરતો હતો. બાળકો વીડિયો જોવાની ના પાડતા હોય ત્યારે શિક્ષક તેમને માર મારવાની અને મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આ ઉપરાંત તેમની સાથે શિક્ષક જે પ્રકારે કૃત્ય કરતો હતો. તે તેના પરિવારને કે અન્ય કોઈને પણ કહેશે. તો જાનથી મારી નાખવાની બંને બાળકોને ધમકી આપી હતી.

ઉધના પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉધના પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

શિક્ષક વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાયો
બનાવ અંગે પરિવાર દ્વારા ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે બંને બાળકોના પરિવારની ફરિયાદને આધારે શિક્ષક મોહમ્મદ મુકબીર મોહમ્મદ બસીરૂદ્દીન શેખ વિરુદ્ધ આઈપીસી કલમ 377 અંતર્ગત સૃષ્ટિ વિરુદ્ધનું કૃતિ અને જાતીય સતામણી અને પોક્સો અંતર્ગત ગુનો નોંધી નરાધમ શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ ઉધના પોલીસ મથકના પીઆઇ કરી રહ્યા છે.

ધર્મનું જ્ઞાન આપનાર શિક્ષક બાળકો સાથે અધર્મ કર્યું
બનાવ અંગે તપાસ કરનાર ઉધના પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું હતું કે, આરોપી મોહમ્મદ મુકવીર મોહમ્મદ બસીરૂદ્દીન શેખ મૂળ ઝારખંડના છે. તેની એક પત્ની અને એક પુત્રી પણ છે. તેની પત્ની અને પુત્રી ઝારખંડમાં રહે છે.જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી ઉધનામાં જ્યાં રહે છે ત્યાં જ પ્રાઇવેટ મદરેસા ચલાવે છે. પ્રાઇવેટ મદરેસાનું ટ્યુશન ક્લાસ ચલાવે છે. તે મુસ્લિમ સમાજના બાળકોને કુરાન અને ઉર્દુનું ટ્યુશન કરાવે છે. આરોપી મોહમ્મદ બસીરૂદ્દીન શેખ પહેલા શાંતિનગર મસ્જિદમાં મોલાના તરીકે નોકરી કરતો હતો. છેલ્લા છ મહિનાથી નોકરી છોડી દીધી છે. પ્રાઇવેટ મદરેસા ટ્યુશન ચલાવે છે. તેમના ટ્યુશનમાં 40થી 50 વિદ્યાર્થીઓ આવતા હતા. ત્યારે વિદ્યાર્થીઓ તેમને ત્યાં ધર્મનું શિક્ષણ શીખવા આવતા હતા અને નરાગમ અશ્લીલ વીડિયો બતાવી તેમની સાથે અધર્મ કૃત્ય કરતો હતો.

પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ચારથી પાંચ વિદ્યાર્થીઓ સાથે કૃત્ય કર્યું છે
નરાધમ શિક્ષક વિરુદ્ધ વધુમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારનું કૃત્ય તેની પાસે આવતા 40થી 50 બાળકોમાંથી ચારથી પાંચ જેટલા બાળકો સાથે કર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ માત્ર બે બાળકોના પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે. જેટલા પણ બાળકો સાથે મદરેસા ચલાવનાર ટ્યુશન શિક્ષકે આ પ્રકારનું કૃત્ય કર્યું હશે તો તેમની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post