સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક
ભેસ્તાનમાં નાસાની હાલતમાં યુવક ઝાડ પર ચડી જતા ફસાઈ ગયો હતો
સુરતના ભેસ્તાન રેલ્વે સ્ટેશન પાસે ગત રાત્રે એક યુવક ઝાડ ઉપર ચડી જતા સ્થાનિકોમાં ભારે કૂતુહલ મચી ગયું હતું. દારૂના નશામાં યુવક ઝાડ ઉપર ચડી ગયા બાદ નીચે ઉતરી શક્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા ઘટના અંગે ફાયર અને પોલીસને જાણ કરતા ભારે જહેમત બાદ યુવકને ઝાડ પરથી નીચે ઉતારાયો હતો.
ભેસ્તાનમાં યુવક ઝાડ પર ફસાયો
સુરતના ભેસ્તાન રેલ્વે સ્ટેશન પાસે આવેલ ઓવરબ્રિજને અડીને એક ઝાડ છે.ગત મોડી રાત્રે એક યુવક બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો.ત્યારે બ્રિજ પરથી જ ઝાડ ઉપર ચઢી ગયો હતો.પરંતુ ઝાડ ઉપર ચઢવાનું તેને એટલું ભારે પડી ગયું હતું કે, તેનાથી ચડી ગયા બાદ નીચે ઉતરી શકાતું ન હતું. જેને કારણે તે ઉપર જ અટકી ગયો હતો અને બે- ત્રણ કલાક સુધી ઝાડ ઉપર જ ફસાયેલો રહ્યો હતો.
લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું
ઝાડ ઉપર મોડી રાત્રે અધવચ્ચે યુવક ફસાઈ જતા સ્થાનિક લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું હતું. યુવક ઝાડ ઉપર ફસાયો હોવાની સ્થાનિકોને ખબર પડતા લોકો ત્યાં દોડી ગયા હતા. મોડી રાતના એક યુવકને ઝાડ ઉપર જોઈને લોકો વિચારમાં પડી ગયા હતા અને કૂતુહલ સાથે આશ્ચર્યચકિત થયા હતા.
ભારે જહેમત બાદ યુવકનું રેસ્કયું કર્યું
ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા બાદ યુવકને નીચે ઉતારવા માટે ઘટના અંગે પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી હતી.ઘટના અંગેની જાણ પોલીસને તથા ફાયર બ્રિગેડના જવાનોને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ફાયરના જવાનોએ ભારે જહેમતે રેસ્ક્યુ કર્યો હતો. ઝાડ ઉપર ચઢી ગયેલા યુવકને ભારે જહેમત ઉઠાવી સહીસલામત નીચે ઉતારવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર દિનેશ પટેલે જણાવ્યું હતું કે, સીડી દ્વારા યુવકને સહીસલામત નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. યુવક દારૂના નશામાં હોવાથી ઝાડ ઉપર ચડી ગયો હોવાનું લાગી રહ્યું હતું. ફાયર વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા યુવક ઝાડ પરથી વટકાય તે પહેલા તેને ઉતારી લેવામાં અમને સફળતા મળી હતી.