ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પર્યાવરણ રક્ષા માટે સંકલ્પ લેવામાં આવ્યો | A resolution was taken by the children of Ishwaria Primary School to protect the environment | Times Of Ahmedabad

ભાવનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક

વૈશ્વિક કક્ષાએ પ્રદૂષણની વધતી સમસ્યા સંદર્ભે ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકોએ પર્યાવરણ રક્ષા માટે સંકલ્પ લીધા છે. અહીંયા સરકારના પેટ્રોલિયમ સંરક્ષણ સંશોધન સંઘ દ્વારા માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો.

પ્રદૂષણ સામે જાગૃતિના પાઠ સમજાવામાં આવ્યા
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં યોજાયેલ માર્ગદર્શક કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ સંરક્ષણ સંશોધન સંઘ દ્વારા નિષ્ણાત ઈજનેર તુષારભાઈ પંચોળીના દૃશ્ય શ્રાવ્ય નિદર્શન સાથે પૃથ્વી પરના પ્રદૂષણ અંગે ચિતાર આપ્યો હતો, શાળામાં ચાલતા ‘ધરતીના છોરું’ અભિયાન સંદર્ભે આ આયોજનમાં વૈશ્વિક કક્ષાએ પ્રદૂષણની વધતી સમસ્યા સંદર્ભે વ્યવહારમાં પ્રદૂષણ સામે જાગૃતિના પાઠ સમજાવામાં આવ્યા હતા. અહી બાળકોએ પર્યાવરણ રક્ષા માટે સંકલ્પ લીધા છે.

બાળકોને તબીબી માર્ગદર્શન આપ્યું
આ પ્રસંગે શિક્ષક પ્રકાશભાઈ પંચાલે માર્ગદર્શક તુષારભાઈ પંચોલીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામના વતની શિક્ષક વિજયભાઈ મકવાણાએ પ્રાસંગિક વાત કરી હતી, આ માર્ગદર્શક કાર્યક્રમમાં સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કિરીટસિંહ ચૌહાણે ક્ષય બિમારી સામે દિવસ સંદર્ભે બાળકોને તબીબી માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય હસમુખભાઈ પટેલ, કેળવણી મંડળ પ્રમુખ વીરશંગભાઈ સોલંકી તથા કાર્યકર્તા મૂકેશકુમાર પંડિતની ઉપસ્થિતિ સાથે અહી વિદ્યાર્થીઓ રસ સાથે સામેલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post