નવસારી2 કલાક પહેલા
ધુળેટીનો તહેવાર એકબીજાને રંગ લગાવીને અરસપરસ પ્રેમ અને આપશી ભાઈચારો જાળવી રાખવાનો સંદેશો આપે છે. પરંતુ, નવસારીના વિજલપોરમાં એક યુવકે ધુળેટીના દિવસે એક કિશોરીને રંગ લગાવવાના નામે શારીરિક અડપલાં કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિજલપોરના રામનગરમાં પરપ્રાંતીય વસતી વસે છે. જેમાં મોટેભાગે ઉત્તર ભારતીય પરિવારોમાં ધુળેટીનું અનેરૂ મહત્વ છે. જેવી રીતે યુ.પી, બિહારમાં ધુળેટીનો તહેવાર રંગેચંગે ઉજવાય છે. તેવી જ રીતે અહીં વસેલા ઉત્તર ભારતીય પરિવારો પણ ધુળેટીનો તહેવાર ઉજવે છે. ત્યારે ગઈકાલે આ તહેવાર દરમિયાન 41 વર્ષીય વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતે પોતાની દીકરીની ઉંમરની 14 વર્ષી કિશોરી કે જે અન્ય સ્ત્રીઓ અને બહેનપણીઓ સાથે ધુળેટી રમી હતી તેની જ લાજ લેવાનો પ્રયત્ન કર્યો હતો.કિશોરીને ખેંચીને છાતીના ભાગે અડપલા કરતા જ કિશોરી હેબતાઈ ગઈ હતી અને સમગ્ર ઘટના પરિવારને જણાવતા પરિવારે યુવક વિરુદ્ધ વિજલપુર પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં યુવકની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા હતા અને પોક્સો હેઠળ કલમ લગાવી તેની ધરપકડ કરી છે આજે આરોપીનું મેડિકલ ટેસ્ટ કરી કોર્ટ સમક્ષ રજૂ કરી તેના રિમાન્ડ લેવામાં આવશે.