Wednesday, March 8, 2023

બાયડ અને ભિલોડાના ધારાસભ્યોએ લોકો વચ્ચે ધુળેટી ઉજવી; પૂર્વ IPS પણ જોડાયા; 21 ઢોલના તાલે કાર્યક્રમ યોજાયો | MLAs from Baid and Bhiloda celebrated among the people; Ex-IPS also joined; The program was held to the beat of 21 dhols | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

સામાન્ય રીતે કોઈપણ તહેવાર હોય રાજકારણીઓ પોતાના મત વિસ્તારમાં મતદારોની સાથે રહીને ઉત્સવની ઉજવણી કરતા હોય છે. ત્યારે બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોતાના મતવિસ્તારમાં લોકો સાથે ધુળેટી રમતા જોવા મળ્યા હતા. ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં પણ રાજનેતાઓ હાજરી આપતા હોય છે. ત્યારે પૂર્વ IPS અને ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા આદિવાસી પ્રણાલી મુજબ 21 ઢોલના તાલે નૃત્યમાં જોડાયા હતા.

ધવલસિંહ ઝાલા લાઠી અને તલવાર વડે રાસ રમ્યા
ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ધુળેટીના દિવસે પોતાના મત વિસ્તાર માલપુર તાલુકામાં પોતાના કાર્યકરો, ઠાકોર સમાજના અગ્રણીઓ વચ્ચે રહી ધુળેટી રમ્યા હતા. તેઓ માલપુરના ઉભરાણ ગામે ઠાકોર સમાજના કાર્યકરો સાથે પરંપરાગત રીતે લાઠી અને તલવાર વડે રાસ રમ્યા હતા. કાર્યકરો પણ ભારે ઉત્સાહમાં આવી ગયા હતા અને ધવલસિંહ ઝાલાને ખભે બેસાડીને રાસ રમ્યા હતા. આમ રાજનેતાઓ પણ મતદારો સાથે સતત સંપર્કમાં રહેવા માટે ધાર્મિક સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેતા હોય છે.

MLA પી.સી.બરંડાએ વાંકાટીમ્બા ગામે ધુળેટી ઉજવી
ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા પોતાના વતન વાંકાટીમ્બા ગામે ધુળેટી મહોત્સવની ઉજવણીમાં જોડાયા હતા. આદિવાસી રૂઢી પ્રમાણે સમાજના અબાલ વૃદ્ધ સૌ કોઈ એકઠા થયા હતા અને 21 ઢોલના તાલે હાથમાં લાઠી રાખીને રાસ રમ્યા હતા. તેમની સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ પણ નૃત્યમાં જોડાયા હતા. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વાંકાટીમ્બા ગામે એકઠા થયેલા મતદારો, યુવાઓ અને સામાજિક અગ્રણીઓએ હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. એકતા અને ભાઈચારો જળવાઈ રહે એવી ધારાસભ્ય પી.સી.બરંડાએ શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: