સુરત39 મિનિટ પહેલા
- કૉપી લિંક
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કનૈયા કુમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા
મોદી સરનેમ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનના કેસને લઈ રાજકારણ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ગરમાયેલું રહ્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ડો. કનૈયા કુમાર આજે સુરત આવ્યા હતા, અને પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી સામેની સજાને લઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે, આ સમગ્ર મામલો ભાજપ દ્વારા લોકોને ગુમરાહ કરવા અને વિપક્ષનો અવાજ દબાવવા ઉભો કરાયેલો મુદ્દો છે. આ મામલો જે રીતે બતાવવામાં આવી રહ્યું છે કે, માનહાનિ નો છે. પરંતુ માનહાની નહીં પરંતુ, સંસદમાં ઉઠવામાં આવતો બેઇમાની સામેનો અવાજ બંધ કરવાનો છે. તો હાર્દિક પટેલનું નામ લીધા વગર કહ્યું કે, તે આગામી દિવસોમાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ બની જશે.
ભાજપ પર આકરા પ્રહાર
વર્ષ 2019ના ઇલેક્શન દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ આપેલા મોદી સરનેમ પરના ભાષણને લઈ તેઓ સામે સુરતમાં કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી સામે સજાનું ફરમાન થયાનો ચુકાદો આવતા તેમનું સંસદમાંથી સભ્યપદ દૂર કરી દેવામાં આવ્યું છે. ત્યારથી સમગ્ર દેશમાં રાજકારણ ખૂબ જ ગરમાયેલું રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધીના કેસના ચુકાદાને લઈ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ડો. કનૈયા કુમાર સુરત આવ્યા હતા. ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. અનેક મુદ્દાઓ અને અનેક પ્રશ્નો ઉઠાવીને સંસદમાં વિપક્ષ તરીકે રાહુલ ગાંધીનો અવાજ બંધ કરી દેવા માટે રચાયેલો આ આખો પ્રી પ્લાન ખેલ ગણાવ્યો છે.
આડકતરી રીતે જજ પર ટકોર કરી
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કનૈયા કુમાર સુરતમાં આવીને પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી સામે સુરતના જજે સંભળાવેલ સજાને લઈ જજના ચુકાદા સામે આડકતરી ટકોર કરી હતી. આ ચુકાદો કોઈના ઇશારે અગાઉથી નક્કી કરી દેવાયો હોવાનું પ્રસ્થાપિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુરત કોર્ટના માનનીય જજ હરેશ વર્માજીને ચુકાદો સંભળાવ્યા બાદ પ્રમોશન મળ્યું છે. ત્યારે તેમના પ્રમોશનને લઈ હું તેમને અને તેમના પરિવારને હાર્દિક શુભકામના પાઠવું છું અને જીવનમાં આ જ રીતે આગળ વધવાની શુભેચ્છા આપું છું.
મામલો માનહાનિનો નહિ અવાજ બંધ કરવાનો છે
કનૈયા કુમારે વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતથી જ જે રીતે રાહુલ ગાંધી સામેના કેસને માનહાનિના કેસ તરીકે પ્રસ્થાપિત કરાઇ રહ્યો છે. પરંતુ ખરેખર આ મામલો હું માનું છું કે, માનહાનિનો નથી પરંતુ બેઇમાનીનો છે.બેઈમાની ની વાતો લોકો સુધી ન પહોંચે તે માટે આ કરવામાં આવ્યું છે. જે કંપનીની બઈમાનીને લઈ સંસદમાં છેલ્લા ઘણા દિવસોથી રાહુલ ગાંધી દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ચર્ચા કરવામાં આવી રહી છે તે ચર્ચાને જ દૂર કરી દેવાય તે માટે આ પ્રકારનો માનહાનિ ના નામનો મામલો આગળ કરીને ચુકાદો લાવવામાં આવ્યો છે.
અદાણી પર આકરા પ્રહાર
કનૈયા કુમારે રાહુલ ગાંધી પર કરવામાં આવેલા કેસ અને સજા સામે અદાણી સામે ઉઠાવવામાં આવેલો અવાજ બંધ કરવાનો પ્રયાસ બતાવ્યો હતો. સંસદમાં વારંવાર અદાણી કંપની ની ગેરરીથી થયું હોવાના આરોપ લગાવીને અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. તેની સામે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JCP) બનાવીને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ તેમને બચાવવાનો ભાજપ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક ઉદ્યોગપતિ અને એક વ્યક્તિને બચાવવા માટે આજે સમગ્ર ભાજપના નેતાઓ વિપક્ષનો અવાજ બંધ કરાવવા લાગ્યા છે. લોકતંત્રમાં અવાજ દબાવવા માટેનો આ એક હિનન પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાટીદાર આરક્ષણ માંગનાર આવતા દિવસોમાં મંત્રી અથવા મુખ્ય મંત્રી બનશે : કનૈયા કુમાર
કનૈયા કુમારે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારમાં ભાજપ કોઈપણ હદ સુધી પ્રયાસો કરી શકે છે. કનૈયા કુમારે આડકતરી રીતે હાર્દિક પટેલનું નામ લીધા વગર ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મારો એક ખૂબ જ જૂનો દોસ્ત છે. અત્યારે જેમ અન્ય લોકો બેઠા છે તેવી રીતે એ પણ મારી સાથે બાજુમાં બેસતો હતો. મારા એ મિત્રને ભાજપ વાળા દેશદ્રોહી કહેતા હતા. અનેક જુદા જુદા કેસો તેની પર કર્યા હતા. હવે વોશિંગ મશીનમાં જઈને બધું સાફ થઈ ગયું છે. આજે તમામ કેશો તેના દૂર થઈ ગયા છે.ભાજપમાં જઈ તે ધારાસભ્ય બની ગયા છે. અને લાગે છે બધું જ જો બરોબર રીતે સેટ થઈ જશે તો આગામી દિવસોમાં મંત્રી અથવા મુખ્યમંત્રી પણ બની જશે. પાનની દુકાન ઉપર ભાજપના કાર્યકર્તાઓ જેને દેશદ્રોહી બતાવી રહ્યા હતા, પટેલ આરક્ષણ માંગવાને લઈ તેને જાતિવાદી કહેવામાં આવતો હતો, ટુકડે ટુકડે ગેંગનો કહેવામાં આવતો હતો. તે બધું જ સાફ થઈ ગયું, ધોવાઈ ગયું, માફ થઈ ગયું.
0 comments:
Post a Comment