Friday, March 31, 2023

ખાંભાના મોટા બારમણથી પિછડી સુધીના માર્ગનું નાયબ દંડકના હસ્તે ખાતમૂર્હત | Khatmurhat by Naib Dandak of the route from Big Barman of Khambha to Pichdi | Times Of Ahmedabad

અમરેલી2 કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓ રોડ-રસ્તાના વિકાસના કામો અંગે સક્રિયતા દાખવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં આવેલા ખાંભાના મોટા માણસા ગામથી જાફરાબાદ તાલુકામાં આવેલા પિછડી સુધીનો માર્ગ અતિ બિસમાર હાલતમાં હતો. જેના કારણે લોકોની મુશ્કેલી વધતી હતી ત્યારે સ્થાનિકોની રજૂઆતોને ધ્યાને લઇ રોડનું કામ મંજૂર થયું હતું. જે બાદ આજે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના હસ્તે આ રોડના કામનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય જે.વી.કાકડિયા, ધારાસભ્ય જનક તળાવયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રોડના ખાતમૂર્હત પ્રંસગે સ્થાનિક લોકોએ તમામ રાજનેતાઓનું સ્વાગત સન્માન કર્યું હતું. રાજનેતાઓ દ્વારા વિકાસના કામો અંગે પ્રજા લક્ષી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા હકારાત્મક અભિગમ દર્શાવતા લોકોએ આવકારી પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.