બંને કોમના અગ્રણીઓ હાજર રહ્યા હતા; મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રામાં પાણીની વ્યવસ્થા કરાશે | Leaders of both the communities were present; Water will be arranged in the procession by the Muslim community | Times Of Ahmedabad

વિસનગરએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિસનગર શહેરમાં આગામી 30 માર્ચના રોજ રામનવમીના દિવસે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ પૂર્વે શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને કોમના અગ્રણીઓ હાજર રહ્યા હતા. રામનવમીના દિવસે નીકળનાર શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

વિસનગર શહેરમાં 30 માર્ચે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા કાઢવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ શોભાયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટે બંને કોમના અગ્રણીઓની પોલીસની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળશે તેવું બંને કોમના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી દ્વારા કોઈની પણ લાગણી ન દુભાય તેવું કોઈ પણ પ્રકારનું સંગીત પણ ના વગાડવા સહિતના સૂચનો કરવામાં આવ્યા હતા. જ્યારે બંને કોમના અગ્રણીઓ આ શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા.

ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે પણ લાલ દરવાજા ખાતે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. આમ શોભાયાત્રા દરમિયાન પાણી વ્યવસ્થા કરી શોભાયાત્રાનું સ્વાગત કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم