વડોદરાના પાદરામાં ઓટો રિક્સામાં ઉંમરલાયક મુસાફર બેસાડી દાગીના સેરવી લેતી ટોળકીના બે સાગરીતોની ધરપકડ, મહિલા આરોપી વોન્ટેડ | Two members of the gang who took adult passengers in an auto rickshaw in Padra, Vadodara and took jewelry were arrested, the woman accused is wanted. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Two Members Of The Gang Who Took Adult Passengers In An Auto Rickshaw In Padra, Vadodara And Took Jewelry Were Arrested, The Woman Accused Is Wanted.

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
ઉંમરલાયક મુસાફરોના દાગીના સેરવી લેતી ટોળકીનો પર્દાફાશ - Divya Bhaskar

ઉંમરલાયક મુસાફરોના દાગીના સેરવી લેતી ટોળકીનો પર્દાફાશ

ઓટો રિક્સામાં ઉંમરલાયક મુસાફરોને બેસાડી તેઓની નજર ચૂકવી દાગીના ઉતારી લેતી ટોળકીનો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. જિલ્લા એલ.સી.બી.એ ટોળકીના બે સાગરીતોની ઝડપી પાડ્યા છે. જ્યારે ટોળકીમાં સામેલ એક મહિલાને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે ટોળકી પાસેથી રૂપિયા 3 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

એલ.સી.બી.ની ટીમને બાતમી મળી
છેલ્લા કેટલાંક સમયથી ઓટો રિક્સામાં ઉંમરલાયક મુસાફરોને બેસાડી તેઓની નજર ચૂકવીને દાગીના ઉતારી લેતી ટોળકીએ હાહાકાર મચાવી મૂક્યો હતો. તાજેતરમાં પાદરામાં આવાજ એક બનાવ બન્યો હતો. અને તે બનાવની ફરિયાદ પાદરા પોલીસ મથકમાં નોંધાઇ હતી. પાદરા પોલીસે ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. પરંતુ, ટોળકી હાથ લાગી ન હતી.

ચાલુ રિક્સામાં ખેલ પાડતા હતા
દરમિયાન જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નો સ્ટાફ પાદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. દરમિયાન એલ.સી.બી.ના અનાર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ અને અશોકભાઇને માહિતી મળી હતી કે, પાદરા એસ.ટી. ડેપો પાસે બે વ્યક્તિઓ સી.એન.જી. ઓટો રિક્સા લઇને ઉભા છે. તેઓએ થોડા સમય પહેલાં એક ઉંમરલાયક મુસાફરને બેસાડી મુસાફરની નજર ચૂકવી તેઓના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા.

શિકારની શોધમાં હતા
આ ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે પી.આઇ. કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ પાદરા એસ.ટી. ડેપો પાસે વોચમાં ગોઠવાઇ ગયા હતા. અને સી.એન.જી. રીક્સા લઇને ઉભેલા બે વ્યક્તિઓની ગતિવિધીઓ ઉપર નજર રાખી હતી. જેમાં પોલીસને બંને વ્યક્તિઓ કોઇ ઉંમરલાયક મુસાફરને બેસાડવાની ફિરાકમાં હોવાનું જણાઇ આવ્યું હતું.

વોચ ગોઠવી દબોચી લીધા
દરમિયાન વોચમાં ગોઠવાયેલી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે સી.એન.જી. ઓટો રિક્સા લઇને ઉભા રહેલા બે વ્યક્તિઓને દબોચી લીધા હતા. તેઓને પોલીસ મથકમાં લાવી પૂછપરછ કરી હતી. એકનું નામ શકીલ ફિરોજ વોરા (રહે. મહેમદાવાદ, ખાત્રજ દરવાજા બહાર, ખેડા) અને સમીરખાન મુસ્તુફાખાન પઠાણ (રહે. મેહમદાવાદ, ઠાંકણીવાડ, ખેડા) બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં ઓટો રિક્સા શકીલ વોરાની છે.

મેહમદાવાદથી આવતા હતા
પોલીસની વધુ તપાસમાં શકીલ વોરા અને સમીરખાન પઠાણ મહેમદાવાદથી ઓટો રિક્સા લઇને વડોદરા આવતા હતા. અને વડોદરાથી પાદરા અને પાદરાથી વડોદરા ઉંમરલાયક મુસાફરોને બેસાડતા હતા. અને તેઓની સાથે તેઓનીજ સાગરીત આશાબહેન ઉર્ફ જાનુ ચંદુભાઇ દેવીપૂજક નામની મહિલાને મુસાફર તરીકે બેસાડી દેતા હતા. સમીરખાન પઠાણ અને આશા ઉર્ફ જાનુ ઉંમરલાયક મુસાફરની નજર ચૂકવી મુસાફરના દાગીના ઉતારી લેતા હતા.

આરોપીઓ પાદરા પોલીસ હવાલે
જિલ્લા એલ.સી.બી.એ આરોપીઓની ઓટો રિક્સા તાજેતરમાં પાદરામાં એક મહિલાના ચોરેલી 20 ગ્રામની સોનાની ચેઇન મળી કુલ્લે રૂપિયા 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આરોપીઓને પાદરા પોલીસના હવાલે કરી દીધા હતા. પાદરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે શકીલ અને સમીરખાન પઠાણની સાગરીત આશા ઉર્ફ જાનુ દેવીપૂજકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم