Monday, March 20, 2023

મહારાષ્ટ્રની યુવતીને કોર્ટ મેરેજનું કહી ઊંઝાના શખ્સે મૈત્રીકરાર કર્યા, યુવતીની બાળકી સાથે અડપલાં કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો | A man from Unjha made friendship with a girl from Maharashtra by asking her for court marriage, the matter reached the police station after encountering the girl's child. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • A Man From Unjha Made Friendship With A Girl From Maharashtra By Asking Her For Court Marriage, The Matter Reached The Police Station After Encountering The Girl’s Child.

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા પંથકમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન ઊંઝાના યુવક સાથે થયા હતા.લગ્નના થોડા સમય બાદ યુવક પોતાની પત્નીને અવારનવાર મારઝૂડ કરતો હતો. તેમજ પત્નીના અગાઉ લગ્ન જીવન દરમિયાન જન્મેલી બાળકી સાથે યુવક શારીરિક અડપલાં કરી હેરાન પરેશાન કરતા આખરે પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મૂળ મહારાષ્ટ્રની યુવતી સાથે ઊંઝાના યુવકે લગ્ન કર્યા હતા
મૂળ મહારાષ્ટ્રમાં રહેતી યુવતીના લગ્ન અગાઉ એક વાર થઈ ચૂક્યા હતા જે લગ્ન જીવન દરમિયાન યુવતી ને બે બાળકો જન્મ્યા હતા, જેમાં અગાઉ રહી ચૂકેલા પતિએ પુત્ર લઇ અન્ય યુવતી સાથે ભાગી જતા યુવતીએ છૂટાછેડા લીધા હતા અને બાળકીને પોતાની સાથે રાખી હતી. ઐઠોર ખાતે રહેતી એક કાજલે (નામ બદલ્યું છે) મુંબઈ રહેતી છાયા (નામ બદલ્યું છે) નામની મહિલાને સમ્પર્ક કરી મુંબઈ ખાતે રહેતી યુવતી માટે છોકરાના લગ્ન માટે વાત કરી હતી.

ઊંઝા ખાતે રહેતા યુવકના લગ્નની વાત મુંબઈની યુવતી સાથે થઈ
સમગ્ર મામલે મુંબઈ ખાતે રહેતી યુવતી અને ઊંઝા ખાતે રહેતા યુવક વચ્ચે લગ્ન માટે વાત કરાઈ હતી. જેમાં ઊંઝાનો યુવક મુંબઈની યુવતી સાથે લગ્ન કરવા માંગતો હોવાથી યુવતી ઊંઝા ખાતે આવી હતી. જ્યાં બને એક બીજાને પસંદ કરતાં હોવાથી 28 એપ્રિલ 2021 ના રોજ મંદિરમાં લગ્ન કરાવ્યા હતા.

યુવકે છેતરીને યુવતી સાથે મૈત્રી કરારના ડોક્યુમેન્ટ પર સહી કરાવી ,કોર્ટ મેરેજ થયા એમ કહ્યું
સમગ્ર મામલે ભોગ બનાનર યુવતીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ઊંઝાના યુવક સાથે લગ્ન થયા બાદ યુવતીએ કહ્યું કે, કોર્ટ મેરેજ કરીએ.. જેથી યુવકે યુવતીની જાણ બહાર મૈત્રી કરારના કાગળિયા પર સહીઓ કરાવી યુવતીને કોર્ટમાં લગ્ન થઈ ગયા તેમ કહી છેતરપીંડી કરી હતી અને યુવતી સાથે પત્ની તરીકે રાખતો હતો.

નશો કરી ને પતિએ યુવતીની બાળકીના કપડાં કાઢી મારમાર્યો
સમગ્ર મામલે યુવક અને યુવતી વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. જેમાં યુવક નશાની હાલતમાં ઘરે આવ્યા બાદ યુવતીની 7 વર્ષની બાળકીને થપ્પડ મારી તેના કપડા કાઢી ખરાબ ઈરાદાથી અડપલાં કર્યા હતા. સમગ્ર મામલે યુવતી વચ્ચે પડતા યુવકે તેણે પણ મારમાર્યો હતો. આ સમગ્ર મામલે યુવતીએ બની બેઠેલા પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: