Monday, March 20, 2023

શક્તિ શ્રી બહુચરાજી માતાજી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ચૈત્રી પૂનમનો પરંપરાગત લોકમેળો યોજાશે | Various religious programs as well as the traditional folk fair of Chaitri Poonam will be held at Shakti Shri Bahucharaji Mataji | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Various Religious Programs As Well As The Traditional Folk Fair Of Chaitri Poonam Will Be Held At Shakti Shri Bahucharaji Mataji

મહેસાણા6 મિનિટ પહેલા

શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહુચરાજી ખાતે સંવત 2079 ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મંદિર પ્રક્ષાલન વિધી ફાગણ વદ અમાસ,મંગળવાર તારીખ 21 માર્ચ બપોરે 12 કલાકે, ઘટ સ્થાપના વિધી ચૈત્રી સુદ એકમ બુધવાર 22 માર્ચ સવારે 7-30 કલાકે, શતચંડી યજ્ઞ પ્રારંભ ચૈત્રી સુદ છઠ્ઠ,સોમવાર તારીખ 27 માર્ચને સવારે 10-00 કલાકે,શતચંડી યજ્ઞ પુર્ણાહુતિ ચૈત્રી સુદ આઠમ બુધવાર 29 માર્ચ સાંજે 4-30 કલાકે,આઠમની પાલખી ચૈત્રી સુદ આઠમ,બુધવાર તારીખ 29 માર્ચ ને રાત્રે 9-30 કલાકે,આઠમના ખંડ પલ્લી નૈવેધ ચૈત્રી સુદ આઠમ,બુધવાર 29 માર્ચ રાત્રે 12 કલાકે, નવરાત્રી (જવેરા) ઉત્પાપન વિધિ ચૈત્ર સુદ દશમ,શુક્રવાર,31 માર્ચ 2023ને સવારે 07-30 કલાકે, ચૈત્રી સુદ 15 (પૂનમ)ની માતાજીની સવારી ચૈત્રી સુદ પુનમને ગુરૂવાર તારીખ 6 એપ્રિલ 2023ના રોજ રાત્રે 9-30 કલાકે માતાજીની સવારી નિજમંદિરથી નીકળી શંખલપુર મુકામે યોજાશે.

બહુચરાજી ખાતે ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો 4 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન યોજાનાર છે આ ઉપરાંત ચૈત્રી સુદ 14 ને બુધવાર તારીખ 5 એપ્રિલના રોજ સવારે 5 કલાકથી તારીખ 6 એપ્રિલને ગુરૂવારના રોજ પુનમની રાત્રે માતાજીની સવારી શંખલપુરથી પરત આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે નીજમંદિરાના દ્વાર સતત ખુલ્લા રહેશે તેમ વહીવટદાર બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે…

Related Posts: