- Gujarati News
- Local
- Gujarat
- Jamnagar
- A Man Threatened To Make The Video Of The Rape Of A Minor In Jamnagar Viral, A Complaint Was Registered With The Police Regarding The Incident A Year Ago.
જામનગર12 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગરના સાંઢીયાપુલ વિસ્તારમાં આશરે એક વર્ષ પુર્વના સમયગાળામાં સગીરા પર દુષ્કર્મ આચર્યાનો અને વીડિયો વાયરલ કરવાની ધમકી દેનાર શખ્સ સામે સીટી સી ડીવીઝનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે, જેના આધારે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ જામનગરની સગીરાને પ્રલોભન આપીને આશરે એક વર્ષ પુર્વેના સમયગાળામાં સાંઢીયા પુલ વિસ્તારમાં આરોપી રણજીતસિંહે દુષ્કર્મ આચર્યું હતું. એ પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો, દરમ્યાનમાં ગઇકાલે રાત્રે ભોગ બનનાર દ્વારા સીટી-સી ડીવીઝનમાં રણજીતસિંહ જાડેજાની વિરુદ્ધ આઇપીસી કલમ-376 પોક્સો મુજબ વિધીવત ફરીયાદ નોંધાવી હતી. દુષ્કર્મનો મામલો બહાર આવતા ચકચાર મચી છે, બીજી બાજુ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યાં છે અને આ અંગેની તપાસ સીટી-સી ડીવીઝનના પીઆઇ વાધેલાના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના રાજનભાઇ, મગનલાલ વગેરે ચલાવી રહ્યા છે.