Friday, March 31, 2023

દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી બે બાઈક સાથે એક ઈસમ ઝડપાયો | A man was caught with two stolen bikes from Deodar police station area | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી બે મોટરસાયકલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. દિયોદર પોલીસ સ્ટાફના કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહને બાતમી હકીકત મળી હતી કે, ચોરીનું બાઈક લઈ એક ઈસમ ભેસાણાથી દિયોદર તરફ આવી રહ્યો છે. જેથી બાતમી આધારે તેને રોકાવી પૂછપરછ કરતા ઈસમે બે બાઈક દિયોદર વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કરતા તેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મિલ્કત સબંધી તેમજ ચોરીના બનતા ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે દિયોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તાજેતરમાં બાઈક ચોરી તેમજ મિલ્કત સબંધી ગુનાને ડિટેક્શન કરવા સારૂ પેટ્રોલિંગમા હતો. તે દરમ્યાન પોલીસ કોન્સટેબલ ધર્મેન્દ્રસિંહ નાનુભાને બાતમી હકીકત મળેલ કે, ચોરીની મોટર સાયકલ લઈ એક ઈસમ ભેસાણાથી દિયોદર તરફ આવનાર છે​​​​​​​.

દિયોદર પોલીસે જે હકીકત અનુસંધાને ભેસાણા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન આ કામનો આરોપી કલ્પેશભાઈ નાઈ ભેંસાણા તરફથી મોટર સાયકલ લઈ આવતા તેની પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી પકડી દિયોદર પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેણે બે બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.