પાટણના બાલીસણા ગામે આંગણવાડી કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ કરાયું | The new building of the Anganwadi center was inaugurated in Balisana village of Patan | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ તાલુકાના બાલીસણા ગામે મુસ્લિમ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં- 185 ના નવનિર્મિત મકાનનું પાટણ તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન પટેલના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રૂખસાના બાનું, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઇ પરમાર, પાટણ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, ગામના સરપંચ મુક્તિબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોને ફ્રુટ, ચોકલેટ અને નાસ્તાનું વિતરણ કરી આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

બાલીસણા ગામનું આંગણવાડી કેન્દ્ર નં – 185 જર્જરિત થવાને લીધે નવા મકાનની દરખાસ્ત કરવામાં આવી હતી.જે અન્વયે આઈ.સી.ડી.એસ શાખા પાટણ દ્વારા દરખાસ્ત મંજુર કરી સાત લાખના ખર્ચે આંગણવાડીના નવીન મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રને રંગોળી, તોરણથી સજાવી નવીન મકાનમાં કળશ સ્થાપિત કરી નાના બાળકોને ઉત્સાહ સાથે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તેમજ આંગણવાડી બહેનો દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વાનગીઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સી.ડી.પી.ઓ દક્ષાબેન પટેલ, જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ શાખા પાટણ કચેરીમાંથી એસ.કે.પરમાર, ગીતાબેન પરમાર, દીપિકાબેન પટેલ, મુખ્ય સેવિકાઓ નયનતારા બેન , નીલમબેન, આંગણવાડી કેન્દ્રના કાર્યકર રંજનબેન નાયક, નીતાબેન સહિતની કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ અને નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post