Tuesday, March 14, 2023

અમીરગઢના ગંગાસાગર પાટીયા નજીક ચાલુ ટ્રકમાં અચાનક આગ લાગી, સામાન સહિત બળીને ખાખ | A moving truck suddenly caught fire near Gangasagar Patiya in Amirgarh, gutting the contents | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાલનપુર-આબુરોડ હાઇવે ઉપર અમીરગઢના ગંગાસાગર પાટીયા નજીક એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. મહેસાણાથી રાજસ્થાન તરફ જઈ રહેલા ટ્રકમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગતા ટ્રક ચાલકે રોડની સાઈડમાં ટ્રક કરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, ટ્રેક અને સામાન બળીને ખાખ થઈ ગયા હતા.

ઉનાળાની શરૂઆત થતા જ ગાડીઓમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે મહેસાણાથી એક ટ્રક રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું. તે સમય દરમિયાન પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલા અમીરગઢ ગંગાસાગર પાટીયા નજીક ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. ચાલુ ટ્રકમાં આગ લાગતા ડ્રાઇવર રોડની સાઈડમાં ટ્રક ઉભી કરી આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમજ આગના ગોટા ઊંચે સુધી દેખાતા સ્થાનિક લોકો પણ દોડી પહોંચ્યા હતા અને આગ બુજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતું આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક પોલીસે ફાયર વિભાગને જાણકારી આપી હતી. જેથી ફાયર વિભાગના કર્મચારીઓ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી ટ્રકમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ત્યાસુધીમાં ટ્રક અને સામાન બંને બળીને ખાખ થઈ ગયા હતા. જેથી ટ્રક માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: