અંબાજી32 મિનિટ પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારમાં અનેક મેળાઓનું આયોજન થતું હોય છે. જ્યારે અંબાજી નજીક કોટેશ્વર ગૌમુખ ખાતે દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની સાથે યાત્રિકો પણ સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન છે ત્યાં પહોંચતા હોય છે. જ્યારે આદિવાસી સમાજ દ્વારા નવહતી મેળાનું આયોજન થતું હોય છે. આ વર્ષે કોરોના મહામારી બાદ પ્રથમવાર નવહતી મેળો કોટેશ્વર ખાતે યોજાયો હતો.
આ નવહતી મેળામાં સાબરકાંઠા, બનાસકાંઠા સહિત રાજસ્થાનના લોકોના કુટુંબમાં કોઈ મૃત્યુ પામ્યું હોય તો અંતીમ ક્રિયા બાદ તે સ્વજનની અસ્થિઓને ઘરની બહાર ખાડો ખોદી તે દાટવામાં આવતી હોય છે અને જ્યારે આ નવહતી મેળો યોજાય તેના એક દિવસ પહેલા તે અસ્થીઓને બહાર કાઢી સ્વજનોને યાદ કરાતા હોય છે. તે બાદ તે અસ્થિઓને નવહતી મેળામાં કોટેશ્વર ગૌમુખ કુંડમાં વિસર્જન કરી અને શોક દૂર કરવામાં આવતો હોય છે. પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને અનેક લોકો આ પરંપરામાં સહભાગી થવા અંબાજી પહોંચતા હોય છે. ચોક્કસથી અંબાજી ખાતે યોજાયેલા નવહતી મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે જ અંબાજી પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.