- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- Near Dholavira Of Khadir, Saran Springs Become The Center Of Attraction, Tourists Come Here And Get A Supernatural Feeling.
કચ્છ (ભુજ )એક કલાક પહેલા
રણ વિસ્તારથી ઘેરાયેલો ખડીર બેટ તેની ભૌગોલિક સ્થિતિ સાથે અનેક કુદરતી કરામતોના કારણે પણ, કચ્છથી અલગ તરી આવે છે. અહીંનું વિશ્વ વિરાસત ધોળાવીરા દેશ દુનિયામાં ખ્યાતનામ છે. ધોળવીરામાં પ્રાચીન હડપીય સંસ્કૃતિની સાથે અન્ય સ્થળો પણ જોવાલાયક છે. તેમાં નજીકના સારણ ઝરણા હવે પ્રવાસીઓ માટે વધુ એક ફરવાલાયક સ્થળ બની ગયા છે. ધોળવીરાથી ઈશાન ખૂણામાં ડુંગર પર એક જલધામ આવેલું છે. જે સ્થાનિક લોકોમાં સારણ ઝરણા તરીકે ઓળખાય છે. અવનવા આકાર ધરાવતા પથ્થરોમાંથી મીઠું પાણી ઝરતા જોવા મળે છે. સતત ટપકતા પાણીથી નીચેના ખાડાઓ કાયમ જલમગ્ન રહે છે. આ સ્થળની મુલાકાત મનને અલૌકિક અનુભૂતિ કરાવી જાય છે.

ધોળાવીરા પાસેના સારણ ઝરણા પહોંચવા હવે પાકો માર્ગ પણ તૈયાર થઈ ગયો છે. જ્યાં પગે ચાલીને થોડા સમયમાંજ પહોંચી શકાય છે. પથ્થરોથી ઘેરાયેલા સારણ ઝરણામાં સતત પાણી વહેતા રહેવાથી લોકો તેને કુદરતની કરામત કહે છે. તો ધાર્મિક દ્રષ્ટિએ પણ આ સ્થળનું સ્થાનિકોમાં મહાત્મય રહેલું છે. વર્ષો પૂર્વે અહીં યોગી પુરુષોએ તપસ્યા કરી હોવાના પુરાવા મળ્યા છે. કેટલાક લોકો પાણીને પ્રસાદ માની પીવે છે. ખડીર પંથકમાં પડેલા સળંગ સાત દુષ્કાળ વેળાએ પણ સારણ ઝરણામાં પાણી યથાવત ઝરતા રહ્યા હતા, એવું સરપંચ જીલ્લુભા સોઢા અને જાણકાર નૂરમામદ કાસમે કહ્યું હતું.