Tuesday, March 14, 2023

બ્રેઇન હેમરેજ થતા 5 મહિના સારવાર ચાલી, દોઢ જ મહિનામાં તૈયારી કરી ધો.12ના વિદ્યાર્થીએ પહેલું પેપર આપ્યું | After brain haemorrhage, treatment lasted for 5 months, preparation took place in one and a half months, the 12th student gave the first paper | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After Brain Haemorrhage, Treatment Lasted For 5 Months, Preparation Took Place In One And A Half Months, The 12th Student Gave The First Paper

અમદાવાદએક કલાક પહેલા

રાજ્યમાં આજથી GSEBની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારે ધોરણ 10નું પેપર પૂર્ણ થયા બાદ 3 વાગે ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પેપર શરૂ થયું હતું. ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બ્રેઇન હેમરેજ થયું હતું અને તે પરીક્ષા આપવા પહોંચ્યો હતો. પરીક્ષાના 6 મહિના અગાઉ વિદ્યાર્થીને બ્રેઇન હેમરેજ થયું હતું. 4 મહિના બાદ સાજા થતા વિદ્યાર્થીએ તૈયારી શરૂ કરી અને દોઢ મહિનાની તૈયારીમાં વિદ્યાર્થી રાઈટર સાથે પરીક્ષા આપવા પહોંચ્યો હતો.

રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકે ટક્કર મારી
ક્રિશ શેઠ નામનો વિદ્યાર્થી શ્યામલ સચિન ટાવરમાં રહે છે. સપ્ટેમ્બર 2022માં રાતના સમયે ઘરની નીચે રોડ ક્રોસ કરતા રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે ક્રિશ નીચે પટકાયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ક્રિશ મા-બાપનો એકનો એક દીકરો હતો જેથી અકસ્માતના સમાચાર મળતા જ મા-બાપને આઘાત લાગ્યો હતો. ક્રિશની SVP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બ્રેઇન હેમરેજ હોવાથી 1 મહિના સુધી સારવાર ચાલી હતી.

ક્રિશે મન મક્કમ કરીને પરીક્ષાની તૈયારી શરૂ કરી
ઓક્ટોબર મહિનામાં ક્રિશને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા તે ઘરે આવ્યો હતો. પરંતુ હજુ સારવારની જરૂર હતી જેથી ફિઝિયોથેરાપીની 4 મહિના સુધી સારવાર મેળવી હતી. ફેબ્રુઆરી સુધી સારવાર ચાલી હતી. ક્રિશ ધોરણ 12માં હોવાથી આ હાલતમાં બોર્ડની પરીક્ષા આપવી રિસ્ક હતું છતાં ક્રિશે મન મક્કમ કરીને આવી હાલતમાં તૈયારી શરૂ કરી હતી. દોઢ મહિના જેટલો સમય તૈયારી કરીને આજે ક્રિશ રાઈટર સાથે પરીક્ષા આપવા પહોંચ્યો છે.

સપ્ટેમ્બર 2022માં ક્રિશને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી

સપ્ટેમ્બર 2022માં ક્રિશને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી

‘પરીક્ષા પાસ કરીને મારે હોટલ મેનેજમેન્ટ કરવું છે’
ક્રિશે જણાવ્યું હતું કે, મને હજુ 30 મિનિટ જેટલું વાંચ્યા બાદ વધુ વાંચી શકાતું નથી જેથી થોડો બ્રેક લઇને વાંચુ છું. ઊંઘ પણ વધારે આવે છે. લખવાની ક્ષમતા પહેલા જેટલી રહી નથી માટે રાઈટર સાથે પરીક્ષા આપવા આવ્યો છું. મે અકસ્માત પહેલા મહેનત કરી હતી તે હવે સાજા થયા બાદ મહેનત કરી છે. જેથી મન મક્કમ કરીને પરીક્ષા આપવા આવ્યો છું. પરીક્ષા પાસ કરીને મારે હોટલ મેનેજમેન્ટ કરવું છે.

વિદ્યાર્થીના પિતા હેમલભાઈ શેઠ

વિદ્યાર્થીના પિતા હેમલભાઈ શેઠ

‘દીકરાનો અકસ્માત થતા અમે ચિંતામાં મુકાઈ ગયા’
ક્રિશના પિતા હેમલભાઈએ જણાવ્યું હતું કે, એકના એક દીકરાનો અકસ્માત થતા અમે ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ યોગ્ય સારવાર કરાવ્યા બાદ દીકરો એકદમ સ્વસ્થ થયો છે. તે હજુ સારી રીતે લખી શકતો નથી માટે રાઈટર રાખીને આજે પરીક્ષા આપવા આવ્યો છે. અકસ્માત થયો ત્યારથી મિત્રો અને પરિવારના સભ્યો સાથે હાત જેના કારણે આજે પરીક્ષા આપવાની હિંતમ થયઈ છે અને ક્રિશને પરીક્ષા આપવા અમે લઇને આવ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: