Monday, March 27, 2023

પાટણના સિદ્ધપુર રોડ પરની પાંચ સોસાયટીમાં પાણી ન મળતા મહિલાઓએ પાલિકામાં માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો | Not getting water in five societies from Patan's Siddhapur road, women staged a massive protest in the municipality. | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ સિદ્ધપુર ચોકડી પર આવેલ રામદેવ રેસિડેન્સી સોસાયટીની મહિલાઓએ છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યા હલ ના થતા મહિલાઓએ પાલિકા પ્રમુખ હાયહાયના નારા લગાવી માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ઉનાળાની ગરમી શરૂ થઈ છે ત્યારે પીવાના પાણીની સમસ્યા બહાર આવી રહી છે ત્યારે પાટણ સિદ્ધપર હાઇવે પરની રામદેવ રેસિડેન્સી સહિત 5 જેટલી સોસાયટીમાંના રહીશો સોમવારે બપોરે પાટણ નગર પાલિકા ખાતે છેલ્લા ત્રણ માસથી પીવાના પાણીની સમસ્યનો હલ ના થતા મહિલાઓ સૂત્રોચ્ચાર સાથે પાલિકા ખાતે પહોંચી હતી. બપોરે કોઈ હાજર ના રહેતા મહિલાઓએ પાલિકા પ્રમુખ હાય હાયના નારા લગાવી માટલા ફોડી વિરોધ નોધાવ્યો હતો. મહિલાઓએ પાલિકામાં જ રામધૂન યોજી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.