- Gujarati News
- Local
- Gujarat
- Panchmahal
- Nutritious Food To Children Living In The Ashram In Connection With Chaitri Navratri In Godhra; Free Medicines Were Distributed To The Pedestrians
પંચમહાલ (ગોધરા)19 મિનિટ પહેલા
- કૉપી લિંક
ચૈત્રી નવરાત્રી અનુલક્ષીને ગોધરા શહેરમાં આવેલા મામા ફડકે આશ્રમ ખાતે આશ્રમમાં રહેતા બાળકોને પૌષ્ટિક આહાર તેમજ પગપાળા જઈ રહેલા યાત્રાળુઓને સાઇબાબા આરોગ્ય સેવા ટ્રસ્ટ અને સાઈ સેવાઓ ORG તરફથી નિ:શુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આશ્રમના બાળકો અને પગપાળા સંઘ લઈને જઈ રહેલા યાત્રાળુઓએ લાભ લીધો.
હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ત્યારે મામા ફડકે આશ્રમમાં રહેતા બાળકોને સાઈબાબા આરોગ્ય સેવા ટ્રસ્ટ અને સાઈ સેવા org તરફથી નિ:શુલ્ક પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો. જ્યારે હાલ ચૈત્રી નવરાત્રી દરમિયાન ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા બહારના રાજ્યો માંથી મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે બહારગામથી પગપાળા રથ લઈને પાવાગઢ મંદિર તરફ જઈ રહેલા યાત્રાળુઓને કોઈ પ્રકારની રસ્તામાં તકલીફ ન પડે તે માટે નિ:શુલ્ક દવા ગોળીઓ વગેરે વસ્તુઓ વિનામૂલ્યે આપીને અનોખો સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં સાંઈબાબા આરોગ્ય સેવા ટ્રસ્ટ અને સાઈ સેવા org સંસ્થાના વડીલ અગ્રણીઓ ઉપસ્થિત રહીને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કર્યું હતું.