Friday, March 10, 2023

જેતપુરમાં રેતી ભરેલુ ડમ્પર ભૂગર્ભ ટાંકામાં પલ્ટી મારતા રિવર્સ લેવડાવી રહેલ વૃદ્ધનું મોત | An old man was killed when a truck loaded with sand overturned in an underground tank in Jetpur. | Times Of Ahmedabad

રાજકોટ3 કલાક પહેલા

  • કૉપી લિંક
ડમ્પર ટાંકામાં પલ્ટી મારી ગયું - Divya Bhaskar

ડમ્પર ટાંકામાં પલ્ટી મારી ગયું

રાજકોટ જિલ્લાના જેતપુરમાં રબારીકા ચોકડી પાસે આવેલા એક સાડીના કારખાનાના ચોકીદાર રેતી ભરેલું ડમ્પરરિવર્સ લેવડાવી રહ્યો હતો ત્યારે ડમ્પરના વજનથી કારખાનાનો ભૂગર્ભ ટાંકો તૂટી જતા વૃદ્ધ ડમ્પર સાથે તેમાં પડી જતા તેનું દબાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

વૃદ્ધનો ભૂગર્ભ ટાકામાં ગરકાવ થયો

શહેરની રબારીકા ચોકડો પાસે આવેલ આકાશ પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં રેતી ભરેલ ડમ્પર આવ્યું હતું. આ ડમ્પરની રેતી કારખાનામાં ઠાલવવાની હોવાથી કારખાનામાં ચોકીદારની નોકરી કરતા 60 વર્ષીય રજાકભાઇ રજાકભાઇ અબ્દુલભાઇ કટીર નામના વૃદ્ધ ડમ્પરને રિવર્સ લેવડાવતા હતા. આ દરમિયાન ડમ્પર કારખાનાના ડેલા પાસે જ આવેલ કારખાનાનું કેમિકલ યુક્ત પાણી સંગ્રહ કરવાના ભૂગર્ભ ટાંકા ઉપર આવતા ટાંકો ધડાકાભેર તૂટી પડ્યો હતો. અને આ સાથે ડમ્પર રિવર્સમાં લેવડાવતા રજાકભાઇ પણ ટાંકામાં પડી ગયા હતાં.

વૃદ્ધનું મોત નિપજ્યું હતું

વૃદ્ધનું મોત નિપજ્યું હતું

જેતપુર સિટી પોલીસ પહોંચી
જેથી ડમ્પરમાં રહેલ રેતી માથે પડતાં નીચે દબાઈ જતાં પ્રથમ ક્રેઇનની મદદથી ડમ્પરને બહાર કાઢી ત્યારબાદ વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જેતપુર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર અકસ્માત મામલે જેતપુર સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

(હિતેશ સાવલીયા,જેતપુર ​​​​​​)

અન્ય સમાચારો પણ છે…

Related Posts: