જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા દર વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન યોજવામાં આવતી માટેલ પદયાત્રા આજે જામનગરથી રવાના થઈ હતી. જામનગરના દેવુભાના ચોકમાંથી નીકળતો આ સંઘ છેલ્લ્ા 23 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં માટે પદયાત્રા કરીને પહોંચે છે. આજે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના આગેવાનોની હાજરીમાં પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરના દેવુભા ચોકમાંથી આજે બપોરના સમયે માટેલ માટે પગપાળા સંઘ રવાના થયો હતો. 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી વોર્ડ નં. 9 નગરસેવક નિલેશ કગથરા તેમજ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આકાશ બારડ સહિતના આગેવાનોના વરદ હસ્તે પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ વર્ષે પણ જોગવડ ગ્રુપના પ્રમુખ ભરતભાઈ ભટ્ટી તેમજ ઉપપ્રમુખ નીતિનભાઈ વાઘેલા,રાજુભાઈ મોડ, જીતુભાઈ જાદવ તેમજ નાથાભાઈ ભટ્ટી દ્વારા સંઘનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સંઘમાં આવતા પદયાત્રીઓ માટે સવારે ચા નાસ્તો અને બપોરે તેમજ રાત્રે ભોજનની વ્યવસ્થા જોગવડ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. તેમજ શુભલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે દવા અને પાટાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. દર વર્ષે જોગવડ ગ્રુપ દ્વારા હજારોની સંખ્યામાં પગપાળા જતા ભક્તો જામનગરથી લઇ અને માટેલ ધામ સુધી પગપાળા પહોંચે છે. દરેક પદયાત્રીઓ માટે તમામ પ્રકારની દરકાર જોગવડ ગ્રુપ દ્વારા લેવામાં આવે છે.
3 દિવસ ચાલ્યા બાદ જામનગરથી માટેલ ખોડીયાર માતાના મંદિરે આ પગપાળા સંઘ પહોંચે છે ત્યાં વિવિધ માતાજીના મંદિરે જામનગરથી લઈ ગયેલ ધજાનું ત્યાં ધ્વજારોહણ કરવામાં આવે છે.સવારે માતાજીના ગરબા નું આયોજન કરવામાં આવે છે અને રાત્રે માતાજીનો રાસ પણ રમવામાં આવે છે અને માઈ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે.