બોરસદ બસ સ્ટેન્ડ પાસે એસટી બસના ચાલકે બાઈકને ટક્કર મારી, બાઈક સવારનું મોત | ST bus driver hits bike near Borsad bus stand, bike rider dies | Times Of Ahmedabad

આણંદ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોરસદ શહેરના બસ સ્ટેન્ડથી આણંદ ચોકડી તરફ પુરઝડપે જતી બસના ચાલકે એકદમ ટર્ન લેતા બાઇક હડફેટે ચડી ગયું હતું. આ અકસ્માતમાં બાઇક સવારનું મોત નિપજતાં પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

દાહોદ જિલ્લાના દેવગઢબારીયામાં રહેતા ઇમતિયાજ અબ્દુલસમદ પઠાણ દોઢેક વર્ષથી ખંભાત એસટી ડેપોમાં બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેઓ 26મીના રોજ ખંભાત ડેપોમાંથી વડોદરા રૂટની બસ લઇ સવારે નિકળ્યાં હતાં. તેઓ બોરસદ ડેપો ખાતે પહોંચી વડોદરા તરફ જવા નિકળ્યાં હતાં. તે દરમિયાન બોરસદ શહેરમાં સત્યનારાયણ આઈસ્ક્રીમની દુકાન નજીક સામેના રોડ પરથી એક બાઇક ચાલક ગંજ તરફ જવાના રસ્તે ટર્ન લીધો હતો. જેના કારણે તે બસની આગળની બાજુ ધડાકાભેર અથડાયો હતો. હજુ બસ ચાલક ઇમત્યાજ કંઇ વિચારી બસ રોકે તે પહેલા બાઇક ચાલક રસ્તા પર પડી ગયો હતો અને ગંભીર રીતે ઘવાયો હતો.આ દરમ્યાન, બસ રોકવાના પ્રયત્નમાં તે નજીકની કાર સાથે પણ અથડાઇ હતી.

બીજી તરફ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને બસ ચાલકને પકડી પોલીસ મથકે લઇ ગઇ હતી. આ દરમિયાનમાં બાઇક સવારનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે બોરસદ શહેર પોલીસે બસ ચાલક ઇમત્યાજ અબ્દુલસમદ પઠાણ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…