પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા
ગોધરા ખાતે આવેલા લાલબાગ ટેકરી મેદાન ખાતે સદગુરુ સ્વામી જયરામદાસ સ્મૃતિ સંસ્થાન દ્વારા નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગોધરાની જનતાએ ભાગ લીધો હતો.

હાલમાં વાયરલ ફીવર સાથે શરદી ખાંસી જેવી બીમારીઓનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે. દિન પ્રતિદિન નવા નવા પ્રકારના વાઈરસ સામે આવી રહ્યા છે. હાલમાં ડાયાબીટીસ, બ્લડપ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ જેવીં સમસ્યાઓના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સમાજમાં દરેક લોકો સ્વસ્થ રહે તે હેતુથી સદગુરુ સ્વામી જયરામદાસ સ્મૃતિ સંસ્થાન દ્વારા પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા લાલબાગ ટેકરી મેદાનમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, અથર્વ આયુર્વેદમ અને અચ્યુત આયુર્વેદના સહયોગથી નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં ગોધરા નગરની જનતાએ ભાગ લઇ અને પોતાની બીમારીઓનું નિદાન કરાવ્યું હતું. આ કેમ્પમાં આયુર્વેદિક તથા એલોપેથીક સારવાર પદ્ધતિથી હાર્ટ પ્રોબ્લેમ, બ્લડપ્રેશર, ડાયાબીટીસ જેવી વિવિધ બીમારીઓનો ઉપચાર કરવામાં આવ્યો હતો. વધુમાં આ કેમ્પમાં આવેલા દર્દીઓને વધુ સારવાર સારી રીતે મળી રહે તે માટે પારુલ સેવાશ્રમ દ્વારા દર્દીઓને ગોધરાથી લઇ વડોદરા હોસ્પિટલ અને ત્યાંથી ઉપચાર કરાવી પરત ગોધરા લાવવાની વ્યવસ્થા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી હતી.



