મહેસાણા2 કલાક પહેલા
- કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા સાંથલ પોલીસ મથકના ગુન્હામાં વિદેશી દારૂ કેસમાં સંડોવાયેલા આરોપી અંગે બાતમી મળતા પેરોલ ફર્લો ટીમે બાતમી આધારે આરોપીને મોઢેરા ચોકડી પાસેથી દબોચી લીધો હતો.તેમજ વધુ તપાસ આદરી છે.

મહેસાણા પેરોલ ફર્લો ટીમને માહિતી મળી હતી કે.સાંથલ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ઠાકોર પોપટજી રામચંદજી હાલ મોઢેરા ચોકડી એ.બી ટાવર પાસે રજવાડી ચા સ્ટોપ પાસે ઉભો છે. બાતમી આધારે ટીમે રેડ મારી આરોપીને ઝડપી લીધો હતો.તેમજ વેરિફિકેશન કરી સાંથલ પોલીસ ને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો
મહેસાણા પેરોલ ફ્લો ટીમે વિરમગામ રુલર પોલીસ મથકમાં વિદેશી દારૂ કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપયો,પેરોલ ફ્લો ટીમને બાતમી આધારે સોલંકી સહદેવ સિંહ ઉર્ફ હડો ને કાલરી ગામથી વછરાજ દાદાના મંદિર પાસે થી કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો
અન્ય સમાચારો પણ છે…