- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- A Gang Of Thugs Stealing Iron Rods By Cheating With Transport Company Was Caught In Halwad, 4 Accused Were Caught With Iron Rods
મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક

ગાંધીધામની ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી ટ્રકમાં ડિલિવરી માટે લોખંડના સળિયા ભરીને નીકળેલા ટ્રક ડ્રાઇવરો અન્ય ઇસમો સાથે મળી હળવદ પંથકમાં સસ્તાભાવે લોખંડના સળિયા ઉતારી છેંતરપીડી આચરતી ઠગ ટોળકીને એસઓજી ટીમે રંગેહાથ ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ કોયબા રોડ પર સ્વામીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં નેજા બાયો પેલેટ કારખાનાની પાછળના ભાગે આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં લોખંડ કંપનીમાંથી ટ્રેલરમાં વેપારીને સપ્લાય થતા લોખંડ સળિયા ડ્રાઈવર અને અન્ય ગઠિયાઓ મળીને ચોરી કરી ટ્રાન્સપોર્ટ માલિક અને વેપારી કંપની સાથે ઠગાઈ કરતા હોવાની બાતમી મળી હતી.
જેથી એસઓજી ટીમે સ્થળ પરથી આરોપી મહેશ ઉર્ફે મહેન્દ્રસિંહ જગદીશભાઈ લીંબોલા રહે ઘનશ્યામપુર તા. હળવદ, દિલીપસિંઘ અમરસિંઘ પવાર, નરેન્દ્રસિંગ પૂરણસિંગ રાવત અને મહાવીરસિંગ શંકરસિંગ ચૌહાણ રહે ત્રણેય રાજસ્થાનવાળા એમ કુલ ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. સ્થળ પર ટ્રેલરમાંથી લોખંડ સળિયા ઉતારતા રંગેહાથ પકડી લઈને સ્થળ પરથી લોખંડ સળિયા 10 MM ના 140 કિલોગ્રામ અને 16 MM ના 1260 કિલોગ્રામ મળીને કુલ રૂ 77 હજારનો મુદામાલ સીઆરપીસી કલમ 102મુજબ કબજે કરવામાં આવ્યો હતો અને બે મોબાઈલ પણ પોલીસે કબજે લીધા હતા.