Saturday, March 11, 2023

પાટણ યુનિ.ના કાયદા અનુસ્નાતક વિભાગ દ્વારા 'સ્ટાર એવોર્ડ', વિદ્યાર્થીઓનો વિદાયમાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું | Patan University Post Graduate Department of Law organized 'Star Awards', students farewell and cultural program | Times Of Ahmedabad

પાટણએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાયદા અનુસ્નાતક વિભાગ દ્વા૨ા NET/CSET તથા JMFC પરીક્ષા પાસ ક૨ના૨ તેજસ્વી તા૨લાઓનું ‘સ્ટાર એવોર્ડ’ દ્વારા સન્માન તથા LL.M. SEMA ના વિદ્યાર્થીઓનો વિદાયમાન તથા ‘મોરપીંછ 2023’ ની થીમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, વિશાખા બરાલની અધ્યક્ષતામાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, યુનિવર્સિટી ગીતનું ગાન, દિપ પ્રાગટય તથા કાયદા અનુસ્નાતક વિભાગના કો-ઓર્ડીનેટર ડો. સ્મિતા વ્યાસ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું.

આસિ.પ્રો. ડો. પરિમા રાવલ દ્વારા મહેમાનોનો પરિચય તથા સંદિપ ચૌહાણ દ્વા૨ા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી, ડો. સંગિતા શર્મા HOD, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ તથા ચેર–પર્સન, કમિટી અગેઈટ સેકસયુઅલ હેરેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને NAAC, NEP તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મહત્વ તથા ફ૨જો વિશે માહિતી આપી ઉજજવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપવામાં આવી. IPS અધિકારી અને પાટણ જિલ્લાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, વિશાખા ડબરાલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા તથા ભવિષ્યની પ્રગતિ માટે આર્શિવચન આપીને વિદ્યાર્થીઓને પોઝીટીવ થીંકીંગ કરી નિષ્ફળતાથી ડર્યા વગર કે બીજાની પોઝીશનની ઈર્ષ્યા કર્યા વગર પોતાની પ્રગતિ પ્રત્યે ધ્યાન કરવા બાબતે ખુબ સુંદર અને સરળ શબ્દોમાં શિખામણ આપી હતી. કાર્યક્રમમાં લો ફેકલ્ટીના ડીન ડો. અશોક શ્રોફ તથા ડો. સૌરભ ભટ્ટની વિશેષ હાજરી રહી હતી. તેઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને આર્શીવચન આપવામાં આવ્યાં હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ NET/GSET કે JMFC ની પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને સ્ટાર એવોર્ડ આપની સન્માનવામાં આવ્યા તથા LL.M. માં બંને વર્ષ દરમિયાન દરેક પ્રવૃતિમાં કાર્યરત રહી વધુમાં વધુ ઈનામો પ્રાપ્ત કરનાર એક MALE STUDENT અને એક FEMALE STUDENT SITEL) તથા BEST STUDENT OF THE YEAR આપીને સન્માનવામાં આવ્યાં હતા. ત્યારબાદ શ્રી વિવેકાનંદ જયંતિ નિમીત્તે ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયેલ કવિઝ કોમ્પીટીશનમાં​​​​​​​ ભાગ લેનાર અને જીતનાર વિદ્યાર્થીઓને ઈનામ અને સર્ટિફીકેટસ આપીને સન્માનવામાં આવ્યાં. તથા LL.M. SEMAમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને સફળતા માટેના સર્ટિફીકેટ સ્વરૂપે શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આભારવિધિ અને રાષ્ટ્રગાન કરીને પહેલા સેશનને સમાપ્ત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા, ડ્રામા, માઈમ, ફિલ્મી ગીતો, એકાંકી નાટક, લોકગીતો, ડાન્સ રજુ કરવામાં આવ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંયોજન વિદ્યાર્થી નિશા ઠક્કર તથા પારંગી માનવ૨ાજ દ્વારા કરવામાં આવ્યુ હતુ.સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: