અતીક અહેમદ ચાર વર્ષે સાબરમતીની બહાર, UP પોલીસના 40 પોલીસકર્મી અને ઓફિસર્સ ગેંગસ્ટરને લઈને જઈ રહ્યા છે | UP Police Take custody of Atiq Ahmed, Leave for prayagraj with 40 policemen and officers | Times Of Ahmedabad

એક કલાક પહેલા

  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશનો બાહુબલી માફિયા અતિક અહેમદ આખરે ચાર વર્ષ પછી અમદાવાદની સાબરમતી જેલની બહાર નીકળ્યો છે. તેમને યુપી પોલીસ ટાઇટ સિક્યોરિટી હેઠળ પ્રયાગરાજ લઈ જવા નીકળી છે.

લાંબા સમયથી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી જેલવાસ ભોગવતા અતીક અહેમદને ઉત્તર પ્રદેશ પોલીસે પરત લઈ જઈ રહી છે. આજે રવિવારે (26 માર્ચ 2023) સવારે સાડા નવ વાગ્યે પ્રયાગરાજ પોલીસ અમદાવાદની સાબરમતી જેલ પહોંચી હતી. ત્યારબાદ જેલ પ્રશાસન સાથે પ્રયાગરાજ પોલીસના કેટલાક અધિકારી અંદર ગયા હતા અને અતીક અહેમદને ઉત્તરપ્રદેશ લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સવારે પ્રયાગરાજ પોલીસની ટીમ અમદાવાદ પહોંચી
સાબરમતી જેલમાં રહેલ કુખ્યાત અતીક અહેમદની પૂછપરછ માટે આજે સવારે ઉત્તર પ્રદેશ પોલીસ 9:30 વાગે સેન્ટ્રલ જેલ પહોંચી હતી. બે મોટી પોલીસની ગાડીમાં પોલીસના જવાન અને બોલેરો ગાડીમાં પોલીસ અધિકારીઓ એમ કુલ 30થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. સેન્ટ્રલ જેલ પહોંચીને અતીક અહેમદને ઉત્તરપ્રદેશ લઈ જવાની કાર્યવાહી કરી હતી. પોલીસકર્મીઓ હથિયાર સાથે આવ્યા હતાં, તેમાંથી કેટલાક જેલની અંદર હતા, કેટલાક જેલની બહાર તો કેટલાક ગાડીમાં બેસી રહ્યા હતા.

અતીક સામે 2007ના એક ગુનામાં બુધવારે કોર્ટમાં સુનાવણી
પ્રયાગરાજ પોલીસ કોર્ટમાં રજૂ કરવા અતીકને લેવા પહોંચી મળતી માહિતી મુજબ 2007માં અતીક અહેમદ વિરુદ્ધમાં ખંડણી અને રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો. જે મામલે બુધવારે સુનાવણી થવાની છે. સુનાવણીને લઈને કોર્ટ અતીક અહેમદને હાજર રહેવા આદેશ કર્યો છે. જેથી યુપીની પ્રયાગરાજ પોલીસ અતીક અહેમદને અહીંથી લઈ જઈ રહી છે. આ ઉપરાંત ઉમેશપાલની હત્યામાં પણ અતીક અહેમદની સંડોવણી હતી, જેથી અતીકની તે કેસમાં યુપીથી ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.

અતીકને 2019માં સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો
જૂન 2019માં અતીકને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 22 એપ્રિલ 2019 ના રોજ આદેશ આપ્યો હતો કે અતીકને દેવરિયા જેલમાંથી ગુજરાતની ઉચ્ચ સુરક્ષા જેલમાં ખસેડવામાં આવે. અતીક પર રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલનું અપહરણ અને હુમલો કરવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો.

જેલમાં કેદ અતીક વોટ્સએપ દ્વારા સંપર્કમાં રહેતો હતો
UPના ઉમેશ પાલ હત્યાકાંડમાં છેલ્લા 24 કલાકમાં 3 મોટા ખુલાસાઓ થયા છે. પ્રથમ- પ્રયાગરાજમાં ઉમેશની હત્યા માટે 6 નહીં, 13 શૂટર પહોંચ્યા હતા. તેમાંથી 7 પાછળથી રાહ જોઈ રહ્યા હતા. બીજો- હત્યાનું કાવતરું મુસ્લીમ હોસ્ટેલમાં ઘડવામાં આવ્યું હતું. ત્રીજુ- કાવતરામાં મુખ્ય ભુમિકા અમદાવાદની સાબરમતી જેલમાં કેદ અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફની હતી. અશરફ બરેલીની જેલમાં કેદ છે. જેલમાં રહીને જ બંને વોટ્સએપ કોલ દ્વારા જ પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહેતા હતા.

આ ખુલાસો અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ અને હત્યામાં સામેલ સદાકત ખાને પૂછપરછ દરમિયાન કર્યો છે. પ્રયાગરાજના પોલીસ કમિશ્નર રમિત શર્માએ જણાવ્યું હતું કે સદાકતની STFએ ગોરખપુરથી ધરપકડ કરી હતી. તે નેપાળ ભાગી જવાની તૈયારીમાં હતો. સદાકત અલ્હાબાદ યુનિવર્સિટીની મુસ્લિમ બોર્ડિગ હોસ્ટેલના રુમ નં-36માં ગેરકાયદે રીતે રહેતા હતો. આ જ રુમમા ઉમેશ પાલની હત્યા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…